Western Times News

Gujarati News

અફઘાનિસ્તાનમાં તાલિબાનની વાપસી માટે પાકિસ્તાન જવાબદાર

નવીદિલ્હી, સેન્ટર ઓફ પોલિટિકલ એન્ડ ફોરેન અફેયર્સના અધ્યક્ષ ફેબિયન બૌસાર્ટે કહ્યું કે, અફઘાનિસ્તાનના લોકો વર્તમાન સ્થિતિ માટે પાકિસ્તાનને જવાબદાર ગણાવે છે કારણ કે તેને જ તાલિબાનને શરણ આપી હતી.ટાઇમ્સ ઓફ ઇઝરાયલમાં બોસાર્ટે લખ્યું કે ૨૦૦૧માં સંયુક્ત રાજ્ય અમેરિકા દ્રારા હુમલા બાદ તાલિબાને ઉત્તરી-પશ્ચિમ પાકિસ્તાના ક્ષેત્રને તેનું નિશાન બનાવ્યું હતું.

સોશિયલ મીડિયા પર અફઘાનિસ્તાનમાં તાલિબાની કબ્જા માટે પાકિસ્તાન અને તેની જાસૂસી એજન્સી ઇન્ટર સર્વિસ ઇન્ટેલિજન્સને જવાબદાર ગણાવ્યું છે. લોકો પાકિસ્તાન સામે ગુસ્સો વ્યક્ત કરી રહ્યાં છે. તેમણે કહ્યું કે, ટવિટર પર તાલિબાન દ્વારા જીતની જાહેરાત બાદ ટ્રેન્ડ કરવા લાગ્યું. હૈશટેહનો ૭૩૦,૦૦૦ વખત ઉપયોગ કરવામાં આવ્યો. આ હૈશટૈગનો ૩૭ ટકા અફઘાનિસ્તાનમાં ઉપયોગ થયો.

બાઉસર્ટે કહ્યું કે, અફઘાનિસ્તાનના પહેલા ઉપરાષ્ટ્રપતિ અમરૂલ્લા સાલેહએ તાલિબાનનું સમર્થન આપીને અફઘાનના લોકો પર અત્યાચાર કરવા માટે ખુલ્લુ રીતે પાકિસ્તાનનું નામ લીધું. પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાને એવું પણ કહ્યું કે, તાલિબાન કોઇ સૈન્ય સંગઠન નહી પરંતુ સામાન્ય નાગરિકોનું સંગઠન છે.બોસાર્ટે અનુસાર અફઘાનાના અધિકારીઓ પણ માને છે કે, પાકિસ્તાનની મદદ વિના અફઘાનિસ્તાન પર તાલિબાનનો કબ્જાે સરળ ન હતો.

પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ જનરવ પરવેઝ મુશર્ર્‌ફે થોડા વર્ષ પહેલા સ્વીકાર કર્યો હતો કે, તાલિબાનના ઉદભવ માટે આઇએસઆઇ જવાબદાર છે. કારણ કે અફઘાનિસ્તાનના અધિકારીઓ અને સૌથી મોટા જાતિના સમૂહે ભારતનું સમર્થન કર્યું હતું. મુશર્રફે કહ્યું હતું કે, અમે પાકિસ્તાન સામે આ કાર્યવાહીનો સામનો કરવા માટે કેટલાક સમૂહની શોધ કરી રહ્યાં છે. ઉલ્લેખનિય છે કે, પાકિસ્તાનના સમર્થન અન પ્રોત્સાહનના કારણે જ અનેક આતંકી સંગઠનનો જન્મ થયો.

અફઘાનિસ્તાન પર સંપૂર્ણ રીતે તાબિબાનનો કબજાે થઈ ગયો છે. તેની વચ્ચે ભારતે કહ્યું કે છેલ્લા કેટલાક દિવસોમાં કાબુલમાં સુરક્ષા સ્થિતિ ખરાબ થઈ છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે સરકાર અફઘાનિસ્તાનમાં તમામ ઘટનાક્રમ પર નજીકથી નજર રાખી રહ્યું છે.

આ સાથે જ વિદેશ મંત્રાલયના પ્રવકતાએ કહ્યું કે અમે જાણીએ છીએ કે અફઘાનિસ્તાનમાં કેટલાક ભારતીય નાગરિકો છે, જે પરત આવવા માંગે છે અને અમે તેમના સંપર્કમાં છીએ. અમે અફઘાન શિખ, હિંદૂ સમાજના પ્રતિનિધિઓના સંપર્કમાં છીએ. તે લોકોને મદદ ઉપલબ્ધ કરાવવામાં આવશે, જે અફઘાનિસ્તાન છોડવા માંગે છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.