Western Times News

Gujarati News

ભારતમાં ૨૪ કલાકમાં ૩૪૪૫૭ નવા કેસ નોંધાયા

નવી દિલ્હી, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે શનિવારે સવારે કોરોના વાયરસના નવા આંકડા જાહેર કર્યાં છે. જે પ્રમાણે દેશમાં ૨૪ કલાકમાં ૩૪,૪૫૭ નવા કેસ નોંધાયા છે. આ દરમિયાન ૩૬,૩૪૭ લોકો સાજા થયા છે. ૨૪ કલાકમાં કોરોનાથી ૩૭૫ લોકોએ જીવ ગુમાવ્યો છે. આ સાથે જ દેશમાં કોરોનાથી સંક્રમિત થનાર કુલ લોકોની સંખ્યા ૩ કરોડ ૩૩ લાખ ૯૩ હજાર ૨૮૬ થયો છે. આ સાથે સાજા થનારા લોકોની સંખ્યા ૩ કરોડ ૧૫ લાખ ૯૭ હજાર ૯૮૨ થઈ છે. દેશમાં હાલ કોરોનાના કુલ ૩,૬૧,૩૪૦ એક્ટિવ કેસ છે. દેશમાં કોરોનાથી સાજા થવાનો દર ૯૭.૫ ટકા છે. જ્યારે મોતનું પ્રમાણ ૧.૩ ટકા છે. કોરોનાથી દેશમાં અત્યારસુધી કુલ ૪,૩૩,૯૬૪ લોકોએ જીવ ગુમાવ્યો છે. વેક્સીનની વાત કરવામાં આવે તો અત્યારસુધી દેશમાં કુલ ૫૭ કરોડ ૪૫ લાખ ૭૬ હજાર ૧૫૮ લોકોને કોરોાની વેક્સીન આપવામાં આવી છે. ૨૦ ઓગસ્ટના રોજ દેશમાં ૧૭,૨૧,૨૦૫ લોકોનું વેક્સીનેશન થયું હતું. કેરળમાં કોરોનાની સ્થિતિ કાબૂ બહાર જતી હોય તેવું લાગી રહ્યું છે.

છેલ્લા ૨૪ કલાકમાં અહીં કોરોના વાયરસના નવા ૨૦,૨૨૪ નવા કેસ નોંધાયા છે. હાલ કેરળમાં કોરોનાના ૧,૮૨,૮૧૮ સક્રિય કેસ છે. છેલ્લા ૨૪ કલાકમાં કેરળમાં ૯૯ લોકોનાં મોત થયા છે જ્યારે ૧૭,૧૪૨ લોકો સાજા થયા છે. મહારાષ્ટ્રની વાત કરવામાં આવે તો અહીં ૨૪ક લાકમાં ૪,૩૬૫ નવા કેસ નોંધાય છે. આ દરમિયાન ૬૩૮૪ લોકો સાજા થયા છે. છેલ્લા ૨૪ કલાકમાં મહારાષ્ટ્રમાં ૧૦૫ લોકોએ જીવ ગુમાવ્યો છે. મહારાષ્ટ્ર ઉપરાંત ઓડિશામાં ૬૯ લોકોનાં મોત નોંધાયા છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૧૭ કેસ નોંધાયા છે. જેની સામે ૧૪ દર્દીઓ સાજા થયા છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં કોવિડ-૧૯ના કારણે એક પણ દર્દીનું મોત થયું નથી. રાજ્યમાં કુલ મૃત્યુઆંક ૧૦,૦૭૮ થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર ૯૮.૭૬ ટકા છે. અત્યારસુધીમાં ૪,૨૨,૬૯,૧૨૮ ડોઝ કોરોના વેક્સીનના આપવામાં આવ્યા છે. શુક્રવારે કુલ ૨૭૫૭૨૬ વ્યક્તિઓનું રસીકરણ થયું છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.