Western Times News

Gujarati News

૧૪ જુલાઈથી અત્યાર સુધીમાં ૩૦૩૦૦ લોકોને અફઘાનિસ્તાનથી બહાર કાઢ્યાઃ વ્હાઈટ હાઉસ

વોશિંગ્ટન, અફઘાનિસ્તાનમાં બગડી રહેલા હાલાતો વચ્ચે લોકો દેશ છોડવા માટે મજબૂર છે. અમેરિકી સેના અફઘાનિસ્તાન છોડીને જતી રહ્યા બાદથી હાલાત અતિ ગંભીર થઈ ગયા છે. જે લોકો દેશ છોડીને બહાર જવા માંગે છે તેમને બહાર કાઢવા માટે સતત કોશિશો થઈ રહી છે. વ્હાઈટ હાઉસ તરફથી નિવેદન જાહેર કરી આ બાબતે જાણકારી આપવામાં આવી કે અમેરિકાના ૮ સૈન્ય વિમાનો ૭સી-૧૭ અને ૧સી-૧૩૦થી અત્યાર સુધી ૧૭૦૦ લોકોને કાબુલના હામિદ કરજઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી બહાર કાઢવામાં આવ્યા છે.

સાથે જ ૩૯ સહયોગી દેશોના વિમાનોથી પણ અહીંથી ૩૪૦૦ યાત્રીઓને લઈને રવાના થઈ ગયા છે. વ્હાઈટ હાઉસ તરફથી જાણકારી આપવામાં આવી છે કે ૧૪ ઓગસ્ટ બાદથી ૩૦૩૦૦૦ જેટલા લોકોને સેના અને વિમાનો દ્વારા અફઘાનિસ્તાનની બહાર કાઢવામાં આવ્યા છે. જુલાઈના અંત સુધીમાં કુલ ૩૫૫૦૦ લોકોને બહાર કાઢવામાં આવી ચૂક્યા હતા.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.