Western Times News

Gujarati News

કોરોનાની ત્રીજી લહેર ઓક્ટોબર મહિનામાં દસ્તક દઈ શકે છે

નવીદિલ્લી, નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઑફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ હેઠળ રચિત એક્સપર્ટ કમિટીએ કોરોનાની ત્રીજી લહેરને લઈને ચેતવણી જાહેર કરી છે. કમિટીનુ કહેવુ છે કે કોરોનાની ત્રીજી લહેર ઓક્ટોબર મહિનામાં પોતાના ચરમ પર પહોંચી શકે છે. કોરોનાની ત્રીજી લહેરમાં વડીલોની જેમ બાળકો પર મહામારીનુ જાેખમ સમાન છે માટે પૂરતી મેડિકલ સુવિધાઓ સુનિશ્ચિત કરવાની જરુર છે. ગૃહ મંત્રાલયના નિર્દેશ પર રચિત કમિટીએ પોતાના રિપોર્ટમાં કહ્યુ છે કે મહામારી માટે ડૉક્ટર, મેડિકલ સ્ટાફ, જરૂરી ઉપકરણ જેવા કે વેંટિલેટર, એમ્બ્યુલન્સ વગેરેની વ્યવસ્થા કરવાની જરુર છે કારણકે મોટાપાયે આની જરૂર પડી શકે છે. મોટી સંખ્યામાં બાળકોના સંક્રમિત થવાની સંભાવના છે માટે આના માટે જરૂરી વ્યવસ્થા કરવાની જરુર છે. રિપોર્ટ પ્રધાનમંત્રી કાર્યાલયને સોંપી દેવામાં આવ્યો છે.

રિપોર્ટમાં એ પણ કહેવામાં આવ્યુ છે કે બાળકોમાં વેક્સીનને પ્રાથમિકતા આપવાની જરૂર છે. સાથે જ જે દિવ્યાંગ બાળકો છે તેમના પર વિશેષ ધ્યાન આપવાની જરુર છે. એટલુ જ નહિ કડકાઈ બાદ પણ ઑક્ટોબર મહિનામાં ત્રીજી લહેર દસ્તક દઈ શકે છે. તમને જણાવી દઈએ કે આ ઉપરાંત પણ ઘણા નિષ્ણાતોની કમિટીએ કોરોનાની ત્રીજી લહેરની સંભાવના વ્યક્ત કરી છે. વાસ્તવમાં બાળકોને કોરોનાની વેક્સીન આપવામાં આવી નથી એવામાં તેમને ત્રીજી લહેરનુ કેટલુ જાેખમ છે તેના પર કમિટીમાં ચર્ચા કરવામાં આવી.

મોટાભાગના નિષ્ણાતોનુ કહેવુ છે કે બાળકોમાં ગંભીર સંક્રમણ થવાની સંભાવના ઓછી છે અને તે સંક્રમણને બીજામાં સ્થાનાંતરિત કરી શકે છે. જે રીતે લોકોની અવરજવર વધી છે તેનાથી ત્રીજી લહેરનુ જાેખમ વધ્યુ છે. જાે કે ત્રીજી લહેર બીજી લહેરની સરખામણીમાં ઓછી ગંભીર હશે. સ્ટડીમાં કહેવામાં આવ્યુ છે કે કોરોનાની ત્રીજી સંભવિત લહેર માટે આપણે બાળકો પર વધુ જાેખમને જાેતા વધુ સારી તૈયારી કરવાની જરૂર છે. હોમ કેર મૉડલ પર જાેર કમિટીએ પોતાના રિપોર્ટમાં સૂચન આપ્યા છે કે જાે એકદમથી મેડિકલ સુવિધાઓની માંગ વધે તો ઘરની અંદર હોમ કેર મૉડલ એક સારો વિકલ્પ સાબિત થઈ શકે છે.

વાસ્તવમાં કોવિડ વૉર્ડમાં બાળકો સાથે મેડિકલ સ્ટાફ કે પછી ઘરવાળાને રોકાવાની જરૂર પડી શકે છે તેનાથી તેમના માનસિક સ્તર પર અસર દેખાય છે અને બાળકોની રિકવરી પણ પ્રભાવિત થાય છે. ડૉક્ટરોની કમી પર વ્યક્ત કરી ચિંતા વિશેષજ્ઞોએ એ વિશે પણ ચિંતા વ્યક્ત કરી છે કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર બાળકોના ડૉક્ટરોની ૮૨ ટકા કમી છે જ્યારે સામુદાયિક સ્વાસ્થ્ય કેન્દ્ર પર ૬૩ ટકા જગ્યાઓ ખાલી છે. સ્થિતિ પહેલેથી ઘણી ભયાનક છે. એવામાં કોરોનાની ત્રીજી લહેરમાં જાે લોકો દ્‌નારા જરૂરી દિશાનિર્દેશોનુ પાલન કરવામાં ન આવ્યુ તો ડૉક્ટરોની કમી અને રસીકરણની કમી સ્થિતિને વધુ બદતર કરી શકે છે.

રિપોર્ટમાં એ પણ કહેવામાં આવ્યુ છે કે કોરોનાની બીજી લહેર દરમિયાન ૬૦-૭૦ ટકા બાળકો કે જેમને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા તેમની અંદર કોરોનાના કારણે ઈમ્યુનિટીની કમી દેખાઈ હતી તેનુ પ્રાથમિક કારણ તેમની અંદર મલ્ટી સિસ્ટમ ઈન્ફ્લેમેટરી સિંડ્રોમની સમસ્યા હતુ કે જે ઘણુ દૂર્લભ છે પરંતુ ગંભીર છે કે જે કોરોનાથી રિકવર થયા બાદ વધે છે. એનઆઈડીએમ કમિટીના કોઑર્ડિનેટર સંતોષ કુમારે કહ્યુ કે ત્રીજી લહેર માટે આપણે વધુ સારી તૈયારી કરવાની જરૂર છે. રાજ્યોમાં કોવિડ સુવિધાઓને વધારવાની જરૂર છે. આઈસીયુ, બાળકોના ડૉક્ટરોની સંખ્યા, દવા વેગેરેની કમી ના થાય તેની વ્યવસ્થા કરવાની છે. હાલમાં ડૉક્ટરોની પણ કમી છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.