Western Times News

Gujarati News

પાર્ટીના જ લોકોએ ભાજપના મહાસચિવનો રંગરેલિયા મનાવતો વીડિયો વાયરલ કર્યો

ચેન્નાઇ, તમિલનાડૂના ભાજપના મહાસચિવ કેટી રાઘવનને કથિત રીતે એક સ્ટિંગ વીડિયો જાહેર થયા બાદ મંગળવારે પોતાના પદ પરથી રાજીનામું આપવુ પડ્યુ હતું. કથિત અશ્લીલ વીડિયોમાં તેમને પાર્ટીની એક મહિલા કાર્યકર્તા સાથે જાેવા મળ્યા હતા. આ ફૂટેઝને પાર્ટીના જ લોકોએ તેમનો આ વીડિયો યુટ્યૂબ ચેનલ પર પોસ્ટ કર્યો હતો.

આ બાજૂ રાઘવને એક ટિ્‌વટ કરીને આરોપ ફગાવી દીધા હતા અને કહ્યુ કે, તે કાયદેસરની કાર્યવાહી કરશે. તેમણે લખ્યુ છે કે, તમિલનાડૂના લોકો, પાર્ટીના કાર્યકર્તા અને મારી સાથેના લોકો જાણે છે કે હું કોણ છું. હું કોઈ પણ ફાયદા વગર ૩૦ વર્ષથી કામ કરી રહ્યો છું.

રાઘવને જણાવ્યુ કે, આજે સવારે જ મને સોશિયલ મીડિયા પર મારા વિશે શેર કરવામા આવેલો વીડિયો વિશે જાણવા મળ્યું. આ મને અને મારી પાર્ટીને કલંકિત કરવામાં આવી રહ્યા છે. મેં રાજ્યના અધ્યક્ષ અન્નામલાઈ સાથે આ બાબતે ચર્ચા કરી છે. હું પાર્ટીના પદ પરથી રાજીનામુ આપી રહ્યો છું. હું આ આરોપ ફગાવી રહ્યો છું. ન્યાયની જીત થશે.

આ બાજૂ પોતાની યુટ્યૂબ ચેનલ ‘મદન ડાયરી’ પર વીડિયો જાહેર કરનારા ભાજપના કાર્યકર રવિચંદ્રને દાવો કર્યો છે કે, તેમની ટીમ પાસે આવા ૧૫ નેતાઓના ઓડિયો ક્લિપ અને વીડિયો ફૂટેઝ છે અને સમય આવતા તેને પણ જાહેર કરીશું. તેમને દાવો કર્યો છે કે, આ પ્રકારના સ્ટિંગ ઓપરેશનનો વિચાર ભાજપના કેટલાય નેતાઓ પર યૌન શોષણ અને બળજબરી સેક્સના આરોપની વચ્ચે આવ્યો હતો. તેમને ઉદ્દેશ્ય આવા લોકોને પાર્ટીમાંથી હાંકી કાઢવાનો છે. પાર્ટી ક્લિન હોવી જાેઈએ.

જાે કે, તમિલનાડૂ ભાજપના અધ્યક્ષ અન્નામલાઈએ રવિચંદ્રન પર સવાલો કર્યા છે અને તેમને આ બાબતનો અસ્વિકાર કર્યો છે. તેમણે કહ્યુ કે, અમે આ આરોપને ખૂબ ગંભીરતાથી લઈ રહ્યા છીએ, એક તપાસ સમિતિ નિમવામાં આવશે. જે આરોપ પાછળની સચ્ચાઈ જાણશે. આરોપ સાચા સાબિત થશે, તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.