Western Times News

Gujarati News

નડિયાદ બાળકો વેચવાનું કૌભાંડ: સગર્ભા માટે રખાતી આયાની દીકરીના બાળકનો સોદો ૨ લાખમાં કર્યો હતો

પ્રતિકાત્મક

ખેડા, નડીયાદમાં બાળક વેચવાના કૌભાંડમાં રોજેરોજે નવા ધડાકા થઈ રહ્યાં છે. ત્યારે ત્રણ મહિલાઓની ગેંગ દ્વારા આચરવામા આવેલા આ કૌભાંડમાં વધુ એક મોટો ધડાકો થયો છે. ત્રણ મહિલાની ગેંગે અમદાવાદમાં પણ બાળક વેચ્યું હોવાનો ખુલાસો થયો છે. બાળક વેચવા માટે તેમણે ગર્ભવતી મહિલાને ડિલિવરી કરવા રખાતી આયાનો ઉપયોગ કર્યો હતો. આયા નૂરબાનુના ઉપયોગથી બાળકનો સોદો કરાયો હતો. આયા નૂરબાનુની દીકરીને જ સરોગસી માતા બનાવી હતી અને તેનું જ બાળક બે લાખ રૂપિયામાં વેચી માર્યું હતું. ત્યારે બાળકને ખરીદનાર દંપતીની નડિયાદ ર્જીંય્એ શોધ શરૂ કરી છે.

ખેડા જિલ્લા બાળ તસ્કરી કૌભાંડમાં મુખ્ય આરોપી માયા દાબલા, મોનીકા શાહશાહ અને પુષ્પા પટેલિયાએ વધુ એક બાળકનું અમદાવાદમાં વેચાણ કર્યું હોવાનો ઘટસ્ફોટ ખૂલ્યો છે. આરોપી મહિલા ત્રિપુટીએ ગર્ભવતી મહિલાને ડિલિવરી કરાવવા રાખતી આયા નૂરબાનુનો પણ સમગ્ર કૌભાંડમાં ઉપયોગ કર્યો હતો.

આયા નૂરબાનું પઠાણની અમદાવાદ રહેતી દીકરીને સેરોગસી માતા બનાવી તેનું બાળક અમદાવાદમાં ૨ લાખ રૂપિયામાં વેચાણ કર્યુ હતું. બાળક વેચાણ લેનાર દંપતીની નડિયાદ એસઓજી પોલીસે શોધ શરૂ કરી છે. જાેકે આયા નૂરબાનુંની દીકરી સેરોગસી ક્યાં અને કઈ હોસ્પિટલમાં કરાવી હતી તે અંગે પોલીસે હજી કોઈ માહિતી આપી નથી.

નડિયાદના ચકચારી મચાવનાર બાળતસ્કરી કેસમાં ત્રણેય કૌભાંડી મહિલાઓએ છઠ્ઠા બાળકનું પણ વેચાણ કર્યું હોવાનું કબૂલ્યું છે. અમદાવાદમાં મહિલાની પ્રસૂતિ કરાવી બાળકને બેંગલુરુમાં વેચ્યું છે. અમદાવાદમાં એક મહિલાની ડિલિવરી કરાવીને તેના બાળકનું બેંગલુરુમાં વેચાણ કર્યું છે. પરંતુ કૌભાંડી મહિલાઓની તપાસ એ રાજ્યોમાં કરાશે, જ્યાં જ્યાં તેમણે બાળકોને વેચ્યા છે. જેમાં મુંબઈ, ગોવા, રાયપુર, બેંગલુરુ અને ચેન્નઈમાં તપાસ હાથ ધરશે.

બાળકો વેચવાની મુખ્ય સૂત્રધાર માયા લાલજીભાઈ દાબલાને રેકોર્ડ તપાસતા પોલીસ પણ ચોંકી ગઈ. પોલીસ તપાસમાં ખૂલ્યુ કે, માયા એમબીબીએસની વિદ્યાર્થીની હતી. પરંતુ તેણે ત્રીજા વર્ષે જ અભ્યાસ અધૂરો મૂકી દીધો હતો. લગ્ન બાદ તે નડિયામાં સ્થાયી થઈ હતી. બાદમાં તેણે આણંદની ૈંફહ્લ હોસ્પિટલ નોકરી કરવા લાગી હતી.

અહી નોકરી કરીને તે બાળકોની ડિમાન્ડ પારખી ગઈ હતી, અને નોકરી છોડીને બાળકોને વેચવાનું કામ શરૂ કર્યું હતું. આ દરમિયાન તે મોનિકા, પુષ્પા અને રાધિકાના સંપર્કમાં આવી હતી. અત્યાર સુધી ચાર મહિલાઓની ડિલિવરી કરાવી હોવાની ચોકાવનારી માહિતી પોલીસ તપાસમાં બહાર આવી છે.

બાળકોને વેચવાના કામમાં માયાએ ગજબની મોડસ ઓપરેન્ડી બનાવી હતી. તેણે ગરીબ, ડાયવોર્સી અને વિધવા મહિલાનો સંપર્ક કરવાનું શરૂ કર્યું હતું. જાે કોઈ મહિલા પોતાની કુખ વેચવા તૈયાર થાય ત્યારથી જ તે પુષ્પાનો સંપર્ક કરી ગ્રાહક શોધવાનું શરૂ કરી દેતી હતી.

સમગ્ર કૌભાડમાં નડિયાદની જ રહેવાસી મોનિકાનો રોલ ગ્રાહક સોધવાનો અને ગ્રાહક સાથે સોદો પાર પાડવાનો હતો. તો પુષ્પા પણ માયા સાથે સંપર્કમાં હતી. માયા જે કોઇ ગરીબ, નિરાધાર, ડાયવોર્સી, કે વિધવા મહિલાને શોધી લાવે તેમની સાથે જે સોદો નક્કી થાય તેમાં ૫૦ હજારનું પોતાનું કમિશન રાખી તે આગળ બીજા દલાલની શોધ કરતી હતી.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.