Western Times News

Gujarati News

દીપડો શાહુડીની પાછળ ૯૦ મિનિટ સુધી દોડ્યો

નવી દિલ્હી, દુનિયાનાં ચપળ જાનવરમાંથી એક દીપડાની શિકાર કરવાની ક્ષમતા કેટલી ઝડપી હોય છે તે સૌ કોઇ જાણે છે. પણ નાનકડી શાહુડીએ તેને હંફાવી દીધો. આ ઘટના સાઉથ આફ્રીકાનાં ક્રૂગર નેશનલ પાર્કમાં નજર આવે છે. ત્યાં હાજર ફોટોગ્રાફર મેરિયટ લેડમેન્ટે આ દીપડા અને શાહુડી સાથે બબાલની કેટલીક તસવીરો સામે આવી છે. જે સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઇ ગઇ છે.

ભુખ્યો દીપડો જેમ જ શાહૂડીને રસ્તા પર ફરતી જાેવે છે તેની પાછળ પડી જાય છે. દીપડાએ શાહુડી પર અટેક કર્યો. આ બંને વચ્ચે લડાઇ ઘણી લાંબી ચાલી હતી. જાેકે, દીપડો હારી ગયો હતો. અને તેને પાછુ ફરવું પડ્યું હતું. આમ તો દીપડો એક મોટો જાનવર છે. અને શાહુડી તેની સામે સાવ નાનકડું. છતાં પણ તેણે હિંમત હારી નહીં અને બતાવી દીધુ કે, હિંમત શરીરમાં દિલમાં હોવી જાેઇએ. આપને જણાવી દઇએ કે, શાહુડી તેનાં કાંટાવાળી સ્કિન માટે જાણીતું છે.

કાંટા એટલાં ધારદાર હોય છે કે, તે કોઇને પણ ઘાયલ કરી શકે છે. તેથી દીપડાનાં બચાવ માટે તેણે કાંટાનો સહારો લીધો છે. દીપડા પર અટેક પર પલટવાર કરવાં માટે શાહુડીએ કાંટાદાર ત્વચા તેને કામ આવી. દીપડો લાંબા સમય સુધી કાંટાનો સામનો ન કરી શક્યો અને તેને ખુદને ઇજા પહોંચી છે. આ લડાઇ આશરે ૯૦ મિનિટ સુધી ચાલી.

ફોટોગ્રાફર મૈરિયટ મુજબ તેને આજ સુધી ક્યારેય આવી લડાઇ નથી જાેઇ. દીપડા શાહુડીનાં શિકાર માટે વિચારીને બેઠો હતો. જ્યારે બહાદુર શાહૂડી તેનાં કાંટાએ ઘાયલ કરી નાંખ્યો. જ્યારે દીપડાને પગમાં ઇજા થઇ હતી ત્યારે તેને પોતે હાર માની છે. દીપડાએ અટેક પર પલટવાર કરવા માટે સાહુડીનાં કાંટેદાર ત્વચા તેનાં ખુબ જ કામ આવી. દીપડો લાંબા સમય સુધી સાહુડીનાં કાંટાનો સામનો ન કરી શક્યો. તેનાં શીકારથી તે પોતે જ ઇજાગ્રસ્ત તઇ ગયો.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.