Western Times News

Gujarati News

શિવસેનાના નેતાઓ વિશે ઘણું જાણું છું અને એક પછી એક દરેક વાત સામે આવશેઃ નારાયણ રાણે

મુંબઇ, કેન્દ્રીય મંત્રી અને ભાજપના નેતા નારાયણ રાણેએ મહારાષ્ટ્રમાં સત્તારૂઢ શિવસેનાને પરોક્ષ રીતે ચેતવણી આપતા કહ્યું કે તેઓ પાર્ટી અને તેના નેતાઓને વિશે ઘણું જાણે છે અને એક પછી એક દરેક વાત સામે લાવશે. રાણેએ કોઈનું નામ લીધા વિના કહ્યું કે તેઓ જાણે છે કે ભાઈની પત્ની પર કોણે એસિડ નાખવાનું કહ્યું હતું. રાણે પોતાની જન આર્શીવાદ યાત્રાના આધારે રત્નાગિરિ જિલ્લામાં એક રેલીને સંબોધિત કરી રહ્યા હતા. રાણેએ આ અઠવાડિયાની શરૂઆતમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના વિરોધમાં ટિપ્પણી કરી હતી જેનાથી વિવાદ સર્જાયો છે.

આર્શીવાદ યાત્રાના આધારે રત્નાગિરિ જિલ્લામાં એક રેલીને સંબોધિત કરી રહ્યા હતા. રાણેએ આ અઠવાડિયાની શરૂઆતમાં મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના વિરોધમાં ટિપ્પણી કરી હતી. તેનાથી વિવાદ થયો હતો અને તેના કારણે રાણેને કસ્ટડીમાં લેવાયા હતા અને થોડા કલાક બાદ તેમને છોડી દેવાયા હતા. આ ઘટનાને લઈને શિવસેના અને ભાજપના કાર્યકરો વચ્ચે હાથાપાઈ પણ થઈ હતી.

રાણેએ કહ્યું કે મેં તેમની સાથે ૩૯ વર્ષ સુધી કામ કર્યું છે. હું ઘણી બાબતો જાણું છું, મને ખબર છે કે કોણે ભાઈની પત્ની પર કોણે એસિડ નાખવાનું કહ્યું હતું, આ કયા પ્રકારના સંસ્કાર છે.

એક કેન્દ્રીય મંત્રીને એરેસ્ટ કરીને કોઈને શું મળ્યું. હું એક પછી એક દરેક વાત સામે લાવીશ. મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી રહી ચૂકેલા નારાયણ રાણેએ કહ્યું કે શિવસેનાના એક કાર્યકર્તા વરુણ સરદેસાઈ, મને મુંબઈના ઘરની બહાર મળ્યા અને મને ધમકી આપી હતી. જાે તે ફરીવાર આવે છે તો તે પરત નહીં ફરી શકે. ઉલ્લેખનીય છે કે વરુણ સરદેસાઈ શિવસેનાની યૂથ વિંગ યુવા સેનાના નેતા છે. ઉલ્લેખનીય છે કે યુવા સેનાના કાર્યકર્તાઓએ રાણેની ટિપ્પણીને લઈને મંગળવારે મુંબઈમાં રાણેના બંગલાની બહાર વિરોધ પ્રદર્શન યોજાયું હતું.

હાલમાં કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેએ પોતાના રાજકીય જીવનની શરૂઆત શિવસેના કાર્યકર્તાના રૂપમાં કરી હતી અને ૧૯૯૯માં તે રાજ્યના મુખ્યમંત્રી બન્યા. જાે કે ૨૦૦૫માં તેઓને પાર્ટી વિરોધી ગતિવિધિને લઈને પાર્ટીથી નિષ્કાસિત કરી દેવાયા હતા. આ પછી તેઓ કોંગ્રેસમાં સામેલ થયા અને ૨૦૧૭ સુધી કામ કર્યા બાદ ભાજપમાં જાેડાઈ ગયા હતા. હાલમાં થયેલા મંત્રીમંડળના ફેરબદલમાં તેમને પણ સામેલ કરાયા અને હાલમાં તેઓ ભારત સરકારમાં સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યમ મંત્રીનો ભાર સંભાળી રહ્યા છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.