Western Times News

Gujarati News

ભગવાનના કમ્પ્યુટર પર કોરોના બન્યો: ભાજપના મંત્રી

ગોવાહાટી, એકબાજુ કોરોનાને કારણે સમગ્ર વિશ્વ તંગદિલીમાં છે તો બીજી બાજુ આસામ સરકારના મંત્રીએ તેને ભગવાનના કમ્પ્યુટર પર બનેલો રોગ ગણાવ્યો છે. આસામના પરિવહન મંત્રી ચંદ્રમોહન પટવારીના જણાવ્યા મુજબ કોરોનાથી કોનું મૃત્યુ થશે તેનું લિસ્ટ પણ ભગવાને બનાવ્યું છે.

પટવારીએ ‘હુ’ પર નિષ્ફળતાના આક્ષેપ કર્યા હતા. ભાજપના મંત્રી ચંદ્રમોહન પટવારી, પરિવહન, ઉદ્યોગ અને વાણિજ્ય જેવા મહત્ત્વના ત્રણ વિભાગ સંભાળે છે. બુધવારે કોવિડથી મૃત્યુ પામેલી વ્યક્તિઓની વિધવા અને મદદ આપવાનો એક કાર્યક્રમ યોજાયો હતો.
તેમાં પટવારીએ કહ્યું કે પ્રકૃતિએ નક્કી કર્યું છે કે કોણ આ રોગચાળાથી સંક્રમિત થશે અને કોણ નહીં તથા કોણ આ દુનિયા છોડીને જશે.

આ માટે ભગવાનના કમ્પ્યુટર પર એક યાદી બની છે. આ સામાન્ય માણસનું કમ્પ્યુટર નથી. ભગવાનનું સુપર કમ્પ્યુટર છે. કમ્પ્યુટરે નક્કી કર્યું છે કે ધરતી પર કોઈ વાઈરસ મોકલવામાં આવે. પટવારીએ વિશ્વ આરોગ્ય સંસ્થાની ટીકા કરતા કહ્યું કે લાખો ડૉલરનો ખર્ચ અને અનેક રિસર્ચ છતાં કોરોના જેવા નાના વાઈરસનો ઉપાય શોધવામાં તે નિષ્ફળ ગયું છે. આ અંગે કોંગ્રેસના બબીતા શર્માએ પટવારીના નિવેદનની ટીકા કરી છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.