Western Times News

Gujarati News

મુખ્તાર અંસારીના ભાઇ સપામાં સામેલ થયા, સભ્ય પદ લેતા અંબિકા ચૌધરી ભાવુક થયા

લખનૌ, પૂર્વાચલની રાજનીતિમાં પકકડ ધરાવનાર બસપાના બાહુબલી ધારાસભ્ય મુખ્તાર અંસારીના મોટાભાઇ સિબ્કાતુલ્લાહ અંસારી આજે સમર્થકોની સાથે સપામાં સામેલ થયા છે. તેમની સાથે અંબિકા ચૌધરી પણ સપામાં સામેલ થયા છે.આ પ્રસંગ પર ચૌધરી ભાવુક થઇ ગયા હતાં જેના પર સપા અધ્યક્ષ અખિલેશ યાદવે તેમને સાંત્વના આપી હતી.

સિબ્કાતુલ્લા અંસારી ગાજીપુરના મોહમ્મદાબાદ વિધાનસભા વિસ્તારથી ૨૦૦૭માં સપા અને ૨૦૨૧માં કૌમી એકતા દળથી ધારાસભ્ય રહ્યાં હતાં ૨૦૧૭માં બસપાથી મેદાનમાં ઉતર્યા હતાં પરંતુ તેમનો પરાજય થયો હતો પંચાયત ચુંટણી દરમિયાન જ અંસારી બંધુઓના હાથીથી ઉતરી સાયકલ પર સવાર થવાની રણનીતિ તૈયાર કરવામાં આવી હતી તેના માટે અનેક તબક્કાની વાતચીત કરવામાં આવી હતી.

એ યાદ રહે કે વિધાનસભા ચુંટણી માટે ફુંકી ફુકી પગલા ઉઠાવી રહેલ સપા બસપા ધારાસભ્ય મુખ્તાર અંસારી અને સાંસદ અફઝાલ અંસારીને પાર્ટીનું સભ્ય પદ આપવાથી હાલ દુર રહી છે આવામાં વચ્ચેનો માર્ગ કાઢતા તેમના ભાઇ સિબ્કાતુલ્લાહ અંસારીને સભ્ય પદ આપવામાં આવ્યું છે હકીકતમાં પૂર્વાચલની ૧૦ બેઠકો પર અંસારી બંધુઓનો પ્રભાવ છે.

આ ઉપરાંત મુલાયમસિંહ યાદવ અને અખિલેશ યાદવ સરકારમાં મંત્રી રહેલ અંબિકા ચૌધરી પણ વિધિવત સપામાં સામેલ થયા છે અંબિકા ચૌધરી ૧૯૯૩થી સતત કોપાચીટ (હવે ફેફના) વિધાનસભા બેઠકથી ધારાસભ્ય રહ્યાં વર્ષ ૨૦૧૨માં ભાજપના ઉપેન્દ્ર તિવારીથી ચુંટણી હારી ગયા હતાં ૨૦૧૭માં બસપાની ટિકિટ પર ફેફનાથી ચુંટણી લડયા પરંતુ નિષ્ફળ રહ્યાં હતાં ત્યારબાદ તેમણે બસપામાંથી રાજીનામુ આપી દીધુ હતું પંચાયત ચુંટણી દરમિયાન તેમનો પુત્ર આનંદ ચૌધરી સપામાં સામેલ થયો અને જીલ્લા પંચાયત અધ્યક્ષ બની ગયો ત્યારથી અંબિકાના સપામાં પાછા ફરવાની અટકળો લાગી રહી હતી.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.