Western Times News

Gujarati News

મથૂરામાં દારૂ અને માસનાં વેચાણમાં પ્રતિબંધ લાગશે: યોગી આદિત્યનાથ

લખનૌ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે દારૂ અને માસ નાં વેચાણને લઇને એક મોટુ એલાન કર્યુ હતુ. તેમણે જણાવ્યું હતું કે, ટૂંક સમયમાં જ મથુરાનાં વૃંદાવન, ગોવર્ધન, નંદગાંવ, બરસાના, ગોકુલ, મહાવન અને બલદેવમાં માંસ અને દારૂનું વેચાણ બંધ કરીને આ કામોમાં રોકાયેલા લોકોનું અન્ય વ્યવસાયોમાં પુનર્વસન કરવામાં આવશે. ભગવાન શ્રી કૃષ્ણની જન્મજયંતિ પર આયોજિત કાર્યક્રમોમાં હાજરી આપવા અને શ્રી કૃષ્ણના જન્મસ્થળ પર ભગવાનના દર્શન કરવા માટે સોમવારે મથુરા પહોંચેલા મુખ્યમંત્રીએ આ પ્રસંગે રામલીલા મેદાનમાં આયોજિત જાહેર સભાને પણ સંબોધી હતી.

શ્રી કૃષ્ણની જન્મજયંતિએ મથુરા પહોંચેલા રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે એક મોટી જાહેરાત કરી છે. જણાવી દઇએ કે, મુખ્યમંત્રીએ ધાર્મિક વિસ્તારોમાં વેચાતા માંસ અને દારૂનાં વેચાણ પર પ્રતિબંધની જાહેરાત કરી છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, વહીવટીતંત્રએ આવી પ્રવૃત્તિઓમાં સામેલ લોકોને અન્ય વ્યવસાયમાં ખસેડવા માટે કાઉન્સેલિંગ અને તાલીમની યોજના કરવી જાેઈએ.

આ દરમિયાન મુખ્યમંત્રી શ્રી કૃષ્ણનાં જન્મસ્થળ પર પહોંચ્યા અને ભગવાન શ્રી કૃષ્ણનાં દર્શન કર્યા. આપને જણાવી દઈએ કે, રાજ્યનાં વડા યોગી આદિત્યનાથ સોમવારે (૩૦ ઓગસ્ટ) ભગવાન કૃષ્ણની જન્મજયંતિમાં હાજરી આપવા માટે મથુરા પહોંચ્યા હતા.

આ દરમિયાન લોકોને સંબોધતા તેમણે કહ્યું કે, જેઓ અત્યાર સુધી હિન્દુ તહેવારની અવગણના કરતા હતા. તેઓ મંદિરમાં જતા શરમાતા હતા, તેઓ પણ હવે કહેવા લાગ્યા છે કે રામ પણ આપણા છે અને કૃષ્ણ પણ અમારા છે. દારૂ અને માંસનાં વેપારમાં રોકાયેલા મથુરાનાં સાંસ્કૃતિક અને આધ્યાત્મિક મહિમાને પુનર્જીવિત કરવા અસરગ્રસ્ત લોકો દૂધ વેચવાનું શરૂ કરી શકે છે.

દ્વાપર યુગને યાદ કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે, દૂધ ઉત્પાદન અને દૂધનાં વેચાણ ક્ષેત્રે લોકોને પ્રોત્સાહિત કરવાની જરૂર છે. મુખ્યમંત્રી યોગીએ કહ્યું કે, આજે તહેવારો પર અભિનંદન આપવાની સ્પર્ધા છે. અગાઉ ન તો મંત્રી કે મુખ્યમંત્રી આવતા હતા. લોકોને ડર હતો કે તેમને કોમવાદી ગણવામાં આવશે. તહેવારો પર પ્રતિબંધો હતા. ચેતવણી આપવામાં આવતી હતી કે રાત્રે ૧૨ વાગ્યા પછી કોઈ કાર્યક્રમ નહીં હોય. ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ રાત્રે ૧૨ વાગ્યે જ થયો છે, હવે આવો કોઈ પ્રતિબંધ નથી. ઉત્સવ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.