Western Times News

Gujarati News

અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગનીએ દેશને તાલિબાનને સોંપી દીધો: જો બાઈડન

નવીદિલ્હી, અમેરિકાએ મંગળવારે અફઘાનિસ્તાનમાં છેલ્લા અમેરિકી વાયુસેના વિમાન સી-૧૭ ગ્લોબમાસ્ટરની ઉડાન સાથે જ પોતાના સૌથી લાંબા યુદ્ધને સમાપ્ત કરી દીધુ. વર્ષ ૨૦૦૧માં અમેરિકાએ અલ કાયદા દ્વારા કરાયેલા ૯/૧૧ ના આતંકી હુમલાની વરસીના બરાબર ૧૧ દિવસ પહેલા અફઘાનિસ્તાનમાંથી અમેરિકી સેનાની વાપસી થઈ. ત્યારબાદ રાષ્ટ્રપતિ જાે બાઈડેને અમેરિકાના નાગરિકોને સંબોધન કર્યું.

અમેરિકાએ અફઘાનિસ્તાનમાં પોતાના સૈન્ય અભિયાન દરમિયાન અંદાજે ૨.૩ ટ્રિલિયન ડોલર ખર્ચ કર્યા. આ ઉપરાંત ૧૦૦૦થી વધુ નાટો સૈનિકો, ૬૬,૦૦૦ અફઘાન સુરક્ષાકર્મી, લગભગ ૫૦,૦૦૦ નાગરિકો અને ૫૦,૦૦૦ તાલિબાન તથા અન્ય આતંકીઓ યુદ્ધમાં માર્યા ગયા.

જાે બાઈડેને કહ્યું કે અફઘાનિસ્તાનની સરકાર ભ્રષ્ટ હતી. ગનીના ભાગી જવાથી કાબુલમાં અરાજકતા ફેલાઈ. અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગનીએ દેશને તાલિબાનને સોંપી દીધો. તેમણે કહ્યું કે અમેરિકનોના રેસ્ક્યુ માટે ૬ હજાર સૈનિકો મોકલવામાં આવ્યા. ૯૦ ટકા અમેરિકનોનું રેસ્ક્યૂ થઈ ચૂક્યું છે. આ સાથે જ બાઈડેને કહ્યું કે તાલિબાન હવે અફઘાનિસ્તાનમાં મજબૂત છે. ૨૦૦૧થી તાલિબાન મજબૂત થઈ રહ્યું છે. અડધા અફઘાનિસ્તાન પર તાલિબાનનો કબજાે હતો. કાબુલ છોડ્યા સિવાય કોઈ વિકલ્પ ન હતો.

બાઈડેને કહ્યું કે કાબુલ છોડવાની જવાબદારી સંપૂર્ણ રીતે મારી છે. અમેરિકનોના હિતમાં કાબુલ છોડવાનો ર્નિણય લીધો. તેમણે કાબુલ છોડવાનો ર્નિણય અમેરિકનોના હિતમાં ગણાવી દીધો. બાઈડેને પોતાના દેશવાસીઓને દાવો કરતા કહ્યું કે કોઈ પણ દેશે આટલું મોટું રેસ્ક્યૂ કર્યું નથી.

અમેરિકી રાષ્ટ્રપતિ બાઈડેને કહ્યું કે નવી સદીમાં નવા પડકારોને પહોંચી વળવાનું છે. જેમાં ચીનના પડકારોને પણ પહોંચવાનું છે. સાઈબર હુમલા પડકારભર્યા છે. બાઈડેને કહ્યું કે ફંડનો ઉપયોગ અમેરિકનોના હિતમાં કરવામાં આવશે. આ અગાઉ અમેરિકી રાષ્ટ્રપતિ જાે બાઈડેને કહ્યું કે હું મારા કમાન્ડરો અને તેમને આધીન સેવા કરી રહેલા પુરુષો અને મહિલાઓનો અફઘાનિસ્તાનથી ખતરનાક વાપસીની પ્રક્રિયાને અંજામ આપવા બદલ આભાર વ્યક્ત કરવા માંગુ છું. વાપસી માટે ૩૧ ઓગસ્ટની તારીખ નક્કી કરવામાં આવી હતી, અમેરિકી જીવનનું કોઈ અન્ય નુકસાન થયું નથી.

સૈન્ય કમાન્ડર જનરલ કેનેથ મેકેન્જીએ કહ્યું કે આ એક એવું મિશન હતું જેમાં ઓસામા બિન લાદેન સાથે તમામ ષડયંત્રકર્તાઓને પણ મોતને ઘાટ ઉતારી દેવાયા હતા. આ એક મોટું મિશન હતું. જેમાં ૨૪૬૧ અમેરિકી સેવા સદસ્ય અને નાગરિકો માર્યા ગયા અને ૪૪૦૦૦થી વધુ વધુ ઘાયલ થયા.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.