Western Times News

Gujarati News

અમેરિકાએ તાલિબાન પાસેથી પોતાના બધા ઉપકરણ પરત માગવા જોઈએ: ટ્રપ

વોશિંગ્ટન, અફઘાનિસ્તાનમાં ૨૦ વર્ષ બાદ તાલિબાને ફરી કબજાે જમાવી લીધો છે, જેના કારણે લઘુમતીઓ અને મહિલાઓમાં ડર વ્યાપી ગયો છે. તેઓ નિર્દોષો લોકોને નિશાનો બનાવી રહ્યા છે, હાલમાં જ એક લોકગાયકને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. ગત મોડી રાતે અમેરિકાની સેનાએ અફગાનિસ્તાન છોડી દીધું પરંતુ ત્યાં સેનાના ઘણાં એવા ઉપકરણો છોડી દીધા છે જેના પર હવે તાલિબાન કબજાે કરી લેશે. જાેકે અમેરિકી સેનાનું કહેવું છે કે આ બધા ઉપકરણ ડીએક્ટિવ કરી દેવામાં આવ્યા છે જેને હવે ચલાવી શકાય નહીં.

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે કહ્યું કે અમેરિકાએ તાલિબાન પાસેથી પોતાના બધા ઉપકરણ પરત માગવા જાેઈએ અથવા બોમ્બ વરસાવવા જાેઈએ.

જાે બાઈડેન પર ભડકેલા ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ઇતિહાસમાં કોઈ પણ સૈન્ય વાપસી અભિયાનને આટલી ખરાબ રીતે અંજામ આપવામાં આવ્યો નથી, જે રીતે બાઈડેન પ્રશાસને અફઘાનિસ્તાનમાં આપ્યો. તેમણે કહ્યું કે અમેરિકાએ તાલિબાન પાસે પોતાના બધા હથિયાર અને ૮૫ લાખ ડોલરનો એક એક પૈસો પરત માગી લેવો જાેઈએ.

અફઘાનિસ્તાનથી લગભગ ૨૦ વર્ષ બાદ અમેરિકી સેનાની સંપૂર્ણ વાપસી પછી ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ઇતિહાસમાં ક્યારેય સેનાની વાપસીનું અભિયાન આટલી ખરાબ રીતે ચલાવવામાં આવ્યું નથી જે રીતે બાઈડેન પ્રશાસને અફઘાનિસ્તાનમાં ચલાવ્યું.

બધા ઉપકરણોને અમેરિકાએ પરત માગણી કરવી જાેઈએ કેમ કે તેમાં લગભગ ૮૫ અબજ ડોલર લાગ્યા છે. જાે તેમને પરત ન કરવામાં આવે તો આપણે જાહેર રીતે સેના મોકલીને તેમને પરત લાવવા જાેઈએ કે ઓછામાં ઓછા બોમ્બ વરસાવવા જાેઈએ.

અમેરિકાના રાષ્ટ્રપતિ જાે બાઈડેને ૩૧ ઓગસ્ટ સુધી અફઘાનિસ્તાનથી પોતાના સૈનિકોની વાપસીની સમયસીમા નકકી કરી હતી પરંતુ તાલિબાને લગભગ બે અઠવાડિયા પહેલા જ અફઘાનિસ્તાન પર કબજાે કરી લીધો અને તેનાથી ત્યાં સ્થિતિ કફોળી બની ગઈ.

જાેકે આ અભિયાન સોમવારે મોડી રાત્રે સંપન્ન થઈ ગયું. અમેરિકા પર ૯/૧૧ હુમલા બાદ અમેરિકાએ અફઘાનિસ્તાનમાં પોતાની સેના મોકલી હતી. અમેરિકન પૂર્વ વિદેશ મંત્રી માઇક પોમ્પિયો, સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકાના પૂર્વ ટોચના રાજદૂત નિક્કી હેલી સહિત લોકોએ આ સંપૂર્ણ ઘટનાક્રમને લઈને બાઈડેન પ્રશાસનની નિંદા કરી છે.

અફઘાનિસ્તાન છોડવા પહેલા અમેરિકી સૈનિકોએ કાબૂલ એરપોર્ટ પર હેંગરમાં ઊભા ઘણા હેલિકોપ્ટર્સ અને બખ્તબંધ ગાડીઓ ખરાબ કરી દીધા.

ટ્‌વીટર પર શેર કરવામાં એવલ એક વીડિયોમાં જાેઈ શકાય છે કે અમેરિકીની છેલ્લી ફ્લાઇટની ઉડાણ ભર્યાના થોડા સમય બાદ તાલિબાની લડાકા કાબુલ એરપોર્ટના હેંગરમાં એન્ટર થયા અને ત્યાં ઊભા અમેરિકી સેનાના ચીનુક હેલિકોપ્ટરની તપાસ કરી. એક રિપોર્ટ મુજબ અમેરિકી સેનાએ ઘણા એરક્રાફ્ટ, બખ્તરબંધ ગાડીઓ અને હાઈ ટેક રોકેટ ડિફેન્સ સિસ્ટમને ખરાબ કરી દીધી છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.