Western Times News

Gujarati News

શ્રી કૃષ્ણ હોસ્પિટલ, કરમસદને ગિનીસ વર્લ્ડ રેકોર્ડનું ટાઈટલ મળ્યું

આણંદ, ૧૦૦૦ પથારી ધરાવતી શ્રી કૃષ્ણ હોસ્પિટલ, કરમસદના તબીબોએ હાલમાં જ એક સૌથી વધારે લેખકો દ્વારા થયેલ અભ્યાસક્રમ માટે ‘સાર્સ કોવિડ-ર ચેપ પછી શસ્ત્રક્રિયાનો સમય’ ના વિષય પરના વૈશવિક અભ્યાસમમાં ભાગ લીધો હતો. Shri Krishna Hospital doctors contribute to global study, awarded Guinness World Record. Karamsad Gujarat India

જેને ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં સામેલ કરવામાં આવ્યું સૌથી વધુ લેખકોએ (૧પ,૦રપ) ઝીણવટપૂર્વક રીતે આ શૈક્ષણિક અભ્યાસક્રમની બર્મિંગહામ યુનિવર્સિટી અને એડિનબર્ગ યુનિવર્સિટી, યુ.કે.ની આગેવાની હેઠળ સમીક્ષા કરી હતી.

શ્રી કૃષ્ણ હોસ્પિટલ, કરમસદ ગુજરાતની એકમાત્ર હોસ્પિટલ છે કે જેણે આ અભ્યાસક્રમમાં ભાગ લીધો હતો અને ડેટાની ફાળવણી કરી હતી.

હોસ્પિટલમાં બે ટીમમાં કેન્સર સેન્ટરના ઓન્કોસર્જન ડો. જી.સી. રઘુનંદનના નેતૃત્વ હેઠળ ડો. હાર્દિક મજમુદાર, ડો. સપ્તક માંકડ, સોહિલખાન પઠાણ અને કાર્ડિયાક સેન્ટરના પીડિયાટ્રિક કાર્ડિયાક સર્જન ડો. વિશાલ ભંડેના નેતૃત્વ હેઠળ ડો. તનિષ્ક શર્મા, ડો. શિવાંગ અમીન અને રોહિતકુમારે ભાગ લીધો હતો. આ વૈશ્વિક અભ્યાસક્રમમાં ૧૧૬ દેશોમાંથી લેખકોએ ભાગ લીધો હતો.

જેમાં રોગચાળા દરમ્યાન દર્દીઓ પર શસ્ત્રક્રિયા કરવા માટે ત્વરિત નિર્ણયશક્તિ અને દર્દીની સલામતી મહત્વની હતી. તેના ડેટા અભ્યાસક્રમમાં ફાળવવામાં આવ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.