Western Times News

Gujarati News

કોરોના વેક્સિનેશન મુદ્દે કેન્દ્ર અને રૂપાણી સરકારને ‘સુપ્રીમ’નો નિર્દેશ

નવીદિલ્હી, કોરોનાની ત્રીજી લહેરને લઈને સુપ્રીમ કોર્ટેનો કેન્દ્વ અને રાજ્યને આદેશ કર્યો કે ૧૫મી ઓક્ટોમ્બર સુધી દેશની માનસિક હોસ્પિટલોમાં રહેતાં લોકોનું રસી પૂર્ણ કરી સ્ટેટ્‌સ રિપોર્ટ મોકલો

સુપ્રીમ કોર્ટે દેશના તમામ રાજ્યો અને કેન્દ્વ શાસિત પ્રદેશોને આદેશ જારી કર્યો છે.દેશની તમામ માનસિક હોસ્પિટલોના લોકોનું રસીકરણ પૂર્ણ કરી તેનો સ્ટેટ્‌સ રિપોર્ટ અગામી ૧૫મી ઓક્ટોમ્બર સુધીમાં મોકલાવવાનો રહેશે.

સુપ્રીમ કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે,હાલ દેશમાં રસીકરણનું મહાઅભિયાન ચાલી રહ્યું છે.જે અંગતર્ગત દેશના તમામ નાગરિકોને કોરોનાની રસીમુકવામાં આવી રહી છે. ત્યારે દેશના તમામ રાજ્યો અને કેન્દ્વ શાસિત પ્રદેશોને આદેશ કર્યા છે. રસીકરણ અભિયાનમાં કોઈ દેશનો કોઈ નાગરિક રસી થી વંચિત રહેવો ન જાેઈએ.

વૈશ્વિક મહામારીને નાથવા માટે હાલ રાજ્ય સહિત સમગ્ર દેશમાં રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. ત્યારે છેલ્લા ૨૪ કલાક દરમિયાન દેશના ૫૯,૪૬૫ વેક્સિન કેન્દ્વો પર ૬૯ લાખ ૬ હજાર ૯૫૯ લોકોએ રસી મુકાવી છે. જ્યારે દેશમાં અત્યાર સુધી કુલ ૬૬ કરોડ ૮૯ લાખ ૭૨ હજાર ૯૫૬ લોકોએ કોરોનાની રસી મુકાવી છે. જેમાંથી પ્રથમ ડોઝ ૫૧ કરોડ ૪૯ લાખ ૬૫ હજાર ૮૩૯ લોકોએ મુકાવ્યો છે. જ્યારે ૧૫ કરોડ ૪૦ લાખ ૭ હજાર ૧૧૭ લોકોએ બીજાે ડોઝ મુકાવ્યો છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.