Western Times News

Gujarati News

ચીનમાં વીજળીના થાંભલા પર ૧૨ વખત વીજળી પડી

બેઈજિંગ, ચીનમાં વિજળી પડવાની એક અનોખી ઘટના સામે આવી છે. ચીનમાં વિજળીના એક થાંભલા પર થોડી જ સેકન્ડોમાં એક પછી એક ૧૨ વખતથી વધુ વખત વિજળી પડી હતી. આ ઘટનાનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ઘણો જ વાઈરલ થયો છે.

ચીનના શેનડોંગ પ્રાંતના ક્વિન્ગડાઓ શહેરમાં વાવાઝોડુ આવ્યું હતું. ત્યાંનો એક રહેવાસી વાવાઝોડાના દ્રશ્યો પોતાના કેમેરામાં કેદ કરી રહ્યો હતો. તેવામાં જ અકાશમાં મોટી વિજળી થઈ હતી અને લાઈટના એક થાંભલા પર પડવાની શરૂ થઈ હતી સેકન્ડની અંદર જ વિજળીના થાંભલા પર વારંવાર વિજળી પડી હતી. જેના કારણે વિડીયો ઉતારનાર વ્યક્તિ પણ ગભરાઈ ગયો હતો અને બિલ્ડિંગની પાછળ છૂપાઈ ગયો હતો.

સ્થાનિક રહેવાસી ક્યુએ જણાવ્યું હતું કે, હું કામ કરી રહ્યો હતો ત્યારે મારા મિત્રએ આ વિડીયો બનાવ્યો હતો. બાદમાં તેણે તેને સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. સોશિયલ મીડિયા પર વિડીયોને ઘણો પસંદ કરવામાં આવ્યો હતો. સોશિયલ મીડિયા પર ઘણો વાઈરલ થયો હતો. સોશિયલ મીડિયા યુઝર્સે તેના અંગે જાત-જાતની કોમેન્ટ કરી હતી.

એક યુઝરે લખ્યું હતું કે, સ્ટ્રીટ લાઈટ ઘણી જ અનલકી રહી. અન્ય એક યુઝરે લખ્યું હતું કે, શું તે વ્યક્તિ ડરી ગયો હતો? હું ડરી ગયો હતો. અન્ય એક યુઝરે કોમેન્ટ કરી હતી કે, પોલઃ મારો પાવર ખતમ થઈ ગયો છે, જાે મને આજે ચાર્જ નહીં કરવામાં આવે તો હું બંધ થઈ જઈશ. નોંધનીય છે કે થંડરસ્ટોર્મ ક્લાઉડની અંદર જ્યારે બે વિરોધી ચાર્જીસના કારણે વિજળી થાય છે.

ચોમાસાની સિઝન દરમિયાન વિજળી પડવાની ઘટના ઘણી સામાન્ય છે. આ ઉપરાંત જ્યારે વાવાઝોડું આવે છે ત્યારે પણ ઘણી વખત વિજળી પડતી હોય છે. વિજળી પડવાની ઘટના પૃથ્વીની સૌથી જૂની કુદરતી ઘટનામાંની એક છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.