Western Times News

Gujarati News

સાડા સાત મહિને દેશની ૧૧ ટકા વસતીને રસી અપાઈ

નવી દિલ્હી, કોંગ્રેસે ભારતમાં કોરોના રસીકરણને લઈને મોદી સરકાર દ્વારા કરવામાં આવેલા દાવા પર પ્રશ્ન ઉઠાવ્યા છે. કોંગ્રેસે સોશ્યલ મીડિયા પર લખ્યુ કે ભારતમાં કોરોના રસીકરણ અભિયાન શરૂ થયે ૭.૫ મહિના થઈ ગયા છે. તેમ છતાં અત્યાર સુધી માત્ર દેશની ૧૧ ટકા વસતીનુ રસીકરણ થઈ શક્યુ છે. હવે મોદી સરકાર પાસે માત્ર ૪.૫ મહિના બચ્યા છે.

આટલા ઓછા સમયમાં તેઓ પોતાના સંપૂર્ણ રસીકરણ વાળા દાવાને કેવી રીતે પૂરો કરશે, પીએમ મોદી મૌન તોડો. ગોવા કોંગ્રેસે પોતાના સત્તાકીય ટ્‌વીટર એકાઉન્ટથી ટ્‌વીટ કરતા કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યુ છે.

પાર્ટીએ ટ્‌વીટર એકાઉન્ટ પર લખ્યુ કે કોવિડ-૧૯ મહામારી સામે ઉકેલ મેળવવાને લઈને સરકાર સમગ્ર રીતે નિષ્ફળ સાબિત થઈ છે. મોટા પાયે ગેરવહીવટના કારણે દેશમાં લાખો લોકોને પોતાનો જીવ ગુમાવવો પડ્યો. આ મહામારીમાં ઘણા લોકોએ તેમના પ્રિયજનો ગુમાવ્યા છે, ઘણા બાળકોએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી છે.

કોંગ્રેસે આ તમામ માટે કેન્દ્ર સરકારને જવાબદાર ગણાવતા કહ્યુ કે લોકો આને ક્યારેય પણ ભૂલશે નહીં અને આની માટે સરકારને માફ પણ કરશે નહીં. ઉલ્લેખનીય છે કે ભારત સરકારે આ વર્ષના અંત સુધી સૌ સંપૂર્ણ રસીકરણ નું એલાન કર્યુ હતુ. અગાઉ પણ કોંગ્રેસ કેટલીય વાર કોરોનાથી બગડતી પરિસ્થિતિ માટે કેન્દ્ર સરકારને ઘેરી ચૂકી છે.

જાે ભારતમાં કોરોના કેસની વાત કરીએ તો મહામારી દેશમાં ફરીથી કહેર વર્તાવતી જાેવા મળી રહી છે. દરરોજ કોરોનાના કેસમાં વધારો જાેવા મળી રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી આંકડા અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોનાના ૪૨,૬૧૮ નવા કેસ સામે આવ્યા છે. આ સાથે જ ૩૩૦ દર્દીઓના મોત થઈ ગયા. શુક્રવાર સુધી દેશમાં કોરોનાના ૬૭.૬૫ વેક્સિનના ડોઝ અપાઈ ચૂક્યા છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.