Western Times News

Gujarati News

કેન્સર, ટીબી સહિત કેટલાક રોગની દવાના ભાવ ઘટશે

નવી દિલ્હી, કેન્દ્ર સરકારે આવશ્યક દવાઓની યાદીમાં બદલાવ કર્યો છે અને તેમાં ૩૯ નવી દવાઓને શામેલ કરવામાં આવી છે. સરકારના આ ર્નિણયને કારણે વ્યાપક ધોરણે ઉપયોગમાં લેવામાં આવતી આવશ્યક દવાઓની કિંમતમાં ઘટાડો આવશે. જે દવાઓને આ યાદીમાં શામેલ કરવામાં આવી છે તેમાં અમુક એન્ટી વાયરલ સિવાય કેન્સર, ડાયાબિટીસ, ટીબી અને એચઆઈવી સામે લડવાની દવાઓ શામેલ છે.

સરકારે વર્તમાન યાદીમાંથી ૧૬ દવાઓને હટાવી લીધી છે અને અંતિમ એનએલઈએમ ૨૦૨૧માં હવે ૩૯૯ આવશ્યક દવાઓના નામ શામેલ છે. આ યાદીમાં જે દવાઓ શામેલ છે તે તમામ પર સરકાર તરફથી પ્રાઈસ કેપ છે. જેથી આવશ્યક દવાઓ ઓછી કિંમતે દર્દીઓને ઉપલબ્ધ કરાવી શકાય.

ભારતીય આયુર્વેદિક અનુસંધાન પરિષદ(આઈસીએમઆર) અંતર્ગત નિષ્ણાંત સમિતી તરફથી તૈયાર કરવામાં આવેલી આ યાદી ગુરુવારના રોજ સ્વાસ્થ્ય મંત્રી મનસુખ મંડાવિયાને સોંપવામાં આવી. એક વાર જ્યારે સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી તેને નોટિફાઈ કરવામાં આવે છે પછી તેનું મૂલ્યાંકન દવાઓ અને સ્વાસ્થ્ય ઉત્પાદોની સ્થાયી સમિતિ(એસસીએએમએચપી) તરફથી કરવામાં આવશે.

આ દવાઓનું અંતિમ મૂલ્ય નિર્ધારણ નીતિ આયોગના સભ્ય ડોક્ટર વી.કે.પૉલની અધ્યક્ષતામાં એસસીએએમએચપીની ભલામણોને આધારે રાષ્ટ્રીય ફાર્માસ્યુટિકલ તરફથી કરવામાં આવશે. ત્યારપછી જ દવાઓની કિંમત નક્કી થઈ શકશે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.