Western Times News

Gujarati News

જાવેદ અખ્તરને શિવસેનાનો જવાબઃ આરએસએસ અને તાલિબાનની સરખામણી કરવી યોગ્ય નહી

મુંબઇ, મહારાષ્ટ્રમાં શિવસેના, કોંગ્રેસ અને એનસીપીની સંયુક્ત સરકાર છે. જાવેદ અખ્તરના નિવેદનનું શિવસેનાએ વિરોધ કર્યો છે, જ્યારે કોંગ્રેસ અને એનસીપી તેનું સમર્થન કરી રહ્યું છે. જાવેદ અખ્તરે કહ્યું હતુ કે આરએસએસનું સમર્થન કરનારા લોકોની માનસિકતા પણ તાલિબાન જેવી શિવસેનાએ કહ્યું- ‘સંઘ કે શિવસેના તાલિબાની વિચારસરણી હોત તો આ દેશમાં ત્રણ તલાક સામે ક્યારેય કાયદો ન બન્યો હોત.

ગીતકાર જાવેદ અખ્તરે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની તુલના તાલિબાન સાથે કરી, ત્યારે શિવસેના આરએસએસના બચાવમાં આવી ગયું છે. તેણે સોમવારે પાર્ટીના મુખપત્ર સામનામાં લખ્યું છે- બહુમતી ધરાવતા દેશમાં હિંદુઓને સતત દબાવવા જાેઈએ નહીં. આરએસએસ અને તાલિબાનની તુલના કરવી યોગ્ય નથી. જે લોકો આ વિચારધારાને સમર્થન આપે છે તેઓએ આત્મનિરીક્ષણ કરવાની જરૂર છે.

સામનામાં શિવસેનાએ લખ્યું, ‘સંઘ અથવા શિવસેના તાલિબાની વિચારસરણી ધરાવતું હોત તો આ દેશમાં ત્રણ તલાક સામે કાયદો બન્યો ન હોત. લાખો મુસ્લિમ મહિલાઓની આઝાદીનું કિરણ પણ જાેવા મળ્યું ન હોત.’ શિવસેનાએ લખ્યું, ‘અફઘાનિસ્તાનના તાલિબાન શાસનનો અર્થ સમાજ અને માનવજાત માટે સૌથી મોટો ખતરો છે. પાકિસ્તાન, ચીન જેવા દેશોએ તેને ટેકો આપ્યો છે.

ભારતીય માનસિકતા એવી દેખાઈ રહી નથી. અમે દરેક રીતે ખૂબ જ સહિષ્ણુ છીએ. કેટલાક લોકો લોકશાહીના બુરખાની આડમાં સરમુખત્યારશાહી લાવવાના પ્રયાસ કરી રહ્યા છે, છતાં તેમની મર્યાદા છે. આથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સરખામણી તાલિબાન સાથે કરવી તે યોગ્ય નથી.

સામનામાં આગળ લખ્યું છે કે, ‘જાવેદ અખ્તર તેમના સ્પષ્ટ શબ્દો માટે જાણીતા છે. દેશમાં જ્યારે-જ્યારે કટ્ટરપંથી, રાષ્ટ્રવિરોધી વિકૃતિઓ ટોચ પર આવી, ત્યારે જાવેદ અખ્તરે તેવા રાષ્ટ્રવિરોધી તત્વોની ઝાટકણી કાઢી છે. તેમણે કટ્ટરવાદીઓની પરવા કર્યા વગર ‘વંદે માતરમ’ ગાયું છે. છતાં પણ અમે તાલિબાન સાથે સંઘની સરખામણી સ્વીકાર્ય નથી.

એક ઇન્ટરવ્યુ દરમિયાન જાવેદ અખ્તરે કહ્યું કે આરએસએસનું સમર્થન કરનારા લોકોની માનસિકતા પણ તાલિબાન જેવી છે. જે લોકો ઇજીજીનું સમર્થન કરી રહ્યા છે, તેઓએ તેમના મગજની તપાસ કરાવવી જાેઈએ. તમે જે સંગઠનનું સમર્થન કરી રહ્યા છો, તેમાં અને તાલિબાન વચ્ચે કોઈ તફાવત નથી.

શિવસેનાએ જાવેદના નિવેદન બાબતે વધુમાં સામનામાં લખ્યું છે કે, ‘તમારી વિચારધારા બિનસાંપ્રદાયિક છે, તેથી જે લોકો હિન્દુ રાષ્ટ્રની કલ્પનાનું સમર્થન કરે છે તેઓ તાલિબની માનસિકતા ધરાવનારા છે. આવું કેવી રીતે કહી શકાય? ર્નિદય તાલિબાનીઓ દ્વારા અફઘાનિસ્તાનમાં નિર્દોષોની હત્યાઓ અને હિંસા કરવામાં આવી છે. જે માનવ જાતિનું પતન કરી રહ્યા છે, તે હૃદયને હચમચાવી નાખે તેવું છે.

તાલિબાનના ડરથી લાખો લોકોએ દેશ છોડી દીધો છે. મહિલાઓ પર અત્યાચાર થઈ રહ્યો છે. અફઘાનિસ્તાન નરક બની ગયું છે. તાલિબાનોએ ત્યાં માત્ર શરિયા સત્તા લાવવાની છે. આપણા દેશમાં હિન્દુ રાષ્ટ્ર બનાવવાના પ્રયાસ કરનારા એ તમામ લોકો અથવા સંગઠન છે, તેમનું હિન્દુ રાષ્ટ્ર નિર્માણનો વિચાર સૌમ્ય છે.’

શિવસેનાએ સામનામાં આગળ લખ્યું છે, ‘ભારતમાં હિન્દુ ધર્મ ખૂબ પ્રાચીન છે. કારણ એ છે કે રામાયણ, મહાભારત હિન્દુત્વનો આધાર છે. બાહ્ય હુમલાખોરોએ તલવારથી હિન્દુ સંસ્કૃતિ પર હુમલો કર્યો. બ્રિટીશ શાસન હેઠળ ધર્માંતરણ થયું હતું. હિન્દુ સમાજે આ બધાની સામે લડત આપી, પણ તે ક્યારેય તાલિબાની બન્યું નથી. વિશ્વનું દરેક રાષ્ટ્ર આજે પણ ધર્મના પાયા પર ઉભું છે.

ચીન, શ્રીલંકા જેવા દેશોનો સત્તાવાર ધર્મ બૌદ્ધ ધર્મ છે, અમેરિકા-યુરોપીયન દેશો ખ્રિસ્તી અને અન્ય તમામ રાષ્ટ્રો ‘ઇસ્લામિક રિપબ્લિક’ તરીકે તેમના ધર્મની બડાઈઑ મારે છે. પરંતુ વિશ્વ મંચ પર શું એક પણ હિન્દુ રાષ્ટ્ર છે? ભારતમાં બહુમતીમાં હિન્દુઓ હોવા છતાં, આ રાષ્ટ્ર હજુ પણ બિનસાંપ્રદાયિકતાનો ધ્વજ લહેરાવીને ઉભુ છે. બહુમતી ધરાવતા દેશમાં હિન્દુઓને સતત દબાવવા જાેઈએ નહીં, આ તેમની એક વ્યાજબી અપેક્ષા છે. જાવેદ અખ્તર અમે જે કહી રહ્યા છીએ તે સાચું છે, ને?

સામનામાં સંપાદકીયમાં જાવેદ અખ્તરના અગાઉના નિવેદનોનું સમર્થન કરવા બાબતે ભાજપે શિવસેના પર નિશાન સાધ્યું છે. ભાજપ ધારાસભ્ય રામ કદમે ટ્‌વીટ કરીને કહ્યું, ‘જલેબીની જેમ ગોળ-ગોળ ભાષા? શિવસેના સ્વીકાર કરી રહ્યું છે કે જાવેદ અખ્તરની નિવેદન ખોટું છે. અમે ફરિયાદ કર્યાના ૨૪ કલાક થઈ ગયા છતાં પણ તેમની ધરપકડ કેમ કરવામાં આવી નથી? તમને કાર્યવાહી કરવાથી કોને અટકાવ્યા? તેમને ઘરની બહાર ક્યારે કાઢી મુકશો?’ રામ કદમે રવિવારે જાવેદ અખ્તર સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.