Western Times News

Gujarati News

શિક્ષણ માત્ર સર્વસમાવેશક ન હોવું જોઈએ પણ ન્યાયી પણ હોવું જોઈએ: મોદી

નવીદિલ્હી, આજે શિક્ષક પર્વ સંમેલન યોજાયું જેમાં વડાપ્રધાન મોદી હાજર રહ્યા હતા અને તેમણે શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા. શિક્ષા ક્ષેત્રે જાેડાયેલા પાંચ મહત્વની યોજનાઓ ઁસ્ મોદી દ્વારા આજે લોન્ચ કરવામાં આવી છે. જેમા ભારતીય સાંકેતિક ભાષા કોશ, ટોકિંગ બુક્સ. સીબીએસઈની સ્કૂલોમાં ક્વોલિટી ઈન્શ્યોરન્સ એન્ડ અસેસમેંટ ફ્રેમવર્ક તેમજ વિદ્યાંજલી પોર્ટલ પણ પણ લોન્ચ કરવામાં આવ્યું.

વિદ્યાંજલી પોર્ટલ યોજના અંતર્ગત જે લોકો અન્ય ક્ષેત્રે કામ કરી રહ્યા છે. તેઓ પણ શાળામાં જઈને વિદ્યાર્થીઓને ભણાવી શકશે. એટલેકે હવે સ્કૂલોમાં તમારે ભણાવા જવાની ઈચ્છા હોય તો તમારે કોઈ લાયકાતની જરૂર નહી પડે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ સામાન્ય લોકોને સરકારી સ્કૂલો સાથે જાેડીને તેનો વિકાસ કરવાનો છે.

શિક્ષક પર્વના ઉદ્‌ઘાટન સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે આજે શરૂ કરવામાં આવેલી પહેલ આ ક્ષેત્રના ભવિષ્યને આકાર આપશે. આ દરેક પહેલ, શાળા ગુણવત્તા મૂલ્યાંકન અને ખાતરી માત્ર શિક્ષણને સ્પર્ધાત્મક બનાવશે નહીં પણ વિદ્યાર્થીઓને ભવિષ્ય માટે તૈયાર કરશે. મોદી વિદ્યાજલી પોર્ટલ લોન્ચ કર્યા બાદ નેશનલ એવોર્ડ મેળવનારા શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા. સાથેજ તેમને કીધું કે જે કામ તમે મુશ્કેલીના સંજાેગોમાં કર્યું તે ખરેખરમાં પ્રશંસનીય છે.

આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે શિક્ષણ માત્ર સર્વસમાવેશક ન હોવું જાેઈએ પણ ન્યાયી પણ હોવું જાેઈએ. વાત કરતા પુસ્તકો અને ઓડિયોબુક્સ હવે શિક્ષણ પ્રણાલીનો ભાગ છે. ભારતીય સાંકેતિક ભાષા માટે એક શબ્દકોશ બનાવવામાં આવ્યો છે. દેશમાં પ્રથમ વખત, ભારતીય સાંકેતિક ભાષાને અભ્યાસક્રમમાં વિષય તરીકે સમાવવામાં આવી રહી છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.