Western Times News

Gujarati News

એક ખેલાડીએ પ્રેકટીસ ઉપરાંત ફોક્સ કરવા માટે મેન્ટલ એક્સરસાઈઝ પણ કરવી પડે છે

પરત આવીને ભાવિના કોમન વેલ્થ ગેમ્સની તૈયારીમાં લાગી જશે: રાજય સરકાર ભાવિનાને સરકારી નોકરી આપશે

જીત મળ્યા બાદ સૌથી પહેલા મારે માતા-પિતા અને સચીન તેંડુલકરજી સાથે વાત કરવી હતી પરંતુ જીતીને બહાર આવી ત્યાં જ મિડીયા જ એટલું બધુ હતું કે સમય જ ના મળ્યો. મારા માતા-પિતા સાથે પણ બીજા દિવસે હું સમય કાઢીને વાત કરી શકી.” આ શબ્દો છે ભાવિના પટેલના જેણે ટોક્યો પેરાલિમ્પીકમાં ટેબલ ટેનીસમાં સિલ્વર મેડલ જીત્યો અને ગુજરાત- ભારતનું નામ રોશન કર્યું.

મુળ મહેસાણાની ભાવિના પટેલને પહેલેથી જ કંઈક અલગ કરવું હતું અને ટેબલ ટેનીસની રમત સાથે સંકળાયા બાદ આ મનોબળ વધુ મજબુત થતાં પેરાલિમ્પીકમાં જવાનું સપનું સેવાયું.

એક ખેલાડીએ પ્રેકટીસ ઉપરાંત ફોક્સ કરવા માટે મેન્ટલ એક્સરસાઈઝ પણ કરવી પડે છે તે વિશે જણાવતા ભાવિનાએ કહયું હતું કે ઓફકોર્સ અમારે રમતની પ્રેક્ટીસ તો કરવી જ પડે છે પરંતુ રમત દરમિયાન મગજને કંટ્રોલ કરવા તથા પોઝીટીવ રાખવાની પણ જરૂર પડે છે પોતે માઈન્ડ કંટ્રોલમાં રાખવા ટ્રેનિંગ લીધી છે.

ઉપરાંત રેઈકી અને આર્ટ ઓફ લિવીંગ પણ શીખી છું. એ સિવાય રોજ ધ્યાન તથા યોગા કરું છું જે મેન્ટ્રલ સ્ટ્રેન્થ વધારવાનું કામ કરે છે. રમત દરમિયાન કેટલાય વિચારો ચાલતા હોય છે. પરંતુ આ મેન્ટલ એકસરસાઈઝને લીધે રમત ઉપર ફોક્સ કરી શકાય છે અને કોઈપણ ખેલાડી માટે તે ૧૦૦ ટકા ભાગ ભજવે છે.

ફાઈનલમાં આવીને ચાઈનીઝ હરીફ સાથે ટક્કર થઈ એમાંથી પણ સકારાત્મક બોધ લેતા ભાવિના કહે છે કે દરેક વખતની જેમ મેં પ્લાન બનાવ્યો હતો.

સ્ટ્રેટેજી વિચારી રાખી હતી પરંતુ મેચ વખતે એમાંથી હું કંઈ ઈમ્પ્લીમેન્ટ ન કરી શકી અને હાર થઈ. પરંતુ મારી હરીફ પ થી ૬ ઓલિમ્પિક રમી ચુકી હતી તે વર્લ્ડની નંબર વન છે તેની સામે રમવું એ જ પોતાનામાં એક અનુભવ હતો તેનં પર્ફોમન્સ છ લેવલનું હતું હું તેના ફાસ્ટ, સ્પીન અને કટ શોટસ રમી ના શકી પરંતુ એ જે રીતે રમતી હતી વ્હીલચેર ઉપર એનો જે કંટ્રોલ હતો એ બધી જ બાબતો મારા માટે એક લેશન છે.

હવે મને ખબર છે કે મારામાં ક્યાં ખામી છે, ક્યાં રમત સુધારવાની જરૂર છે, ક્યાં સ્ટ્રોક શીખવાની જરૂર છે અને ક્યાં લેવલે ટ્રેનીંગની જરૂર છે જે મને ભવિષ્યમાં ગોલ્ડ જીતવામાં મદદરૂપ થઈ શકશે.

“મારી જીત બાદ જે લોકો ગેમ રમવા માંગે છે પણ રમી નથી શકતા તેમને ખરેખર એક પ્રેરણા મળશે.” ભાવિના આગળ ઉમેરે છે કે તમને ગમતા ક્ષેત્રમાં આગળ વધવા ડેડીકેશન આપો જેમાં જવું છે એમાં જ જાઓ. એ દરમિયાન ઈચ્છા વિરુધ્ધ પણ કેટલાંય ભોગ આપવા પડશે.

જાે એ આપશો તો જ આગળ વધી શકશો. જેમ કે એક ખેલાડી માટે કસરત અને ડાયેટ ખુબ જરૂરી હોય છે શરીર દુઃખે કે ખાવાનું ન ભાવે તો પણ જીતવા માટે એ કરવું જ પડે છે અને દરેક ક્ષેત્રમાં એ વસ્તુ જરૂરી છે. ભારત આવીને એક અઠવાડીયાનો બ્રેક લીધા બાદ ભાવીના હવે કોમન વેલ્થ ગેમ્સની તૈયારી શરૂ કરશે.

અત્રે ઉલ્લેખનીય છે કે ભાવિના પટેલે ટોક્યો પેરાલિમ્પીકમાં ટેબલ ટેનીસની ફાઈનલ મેચમાં સિલ્વર મેડલ મેળવતા જ ગુજરાત રાજય તરફથી તેને સરકારી નોકરી ઉપરાંત ૩ કરોડ રૂપિયાનું ઈનામ આપવાની જાહેરાત કરવામાં આવી છે.

આ ઉપરાંત પણ ભાવિના પર ઈનામોનો વરસાદ વરસ્યો છે. એન.જી. મોટર્સ તરફથી કાર ટેબલ ટેનીસ ફેડરેશન ઓફ ઈન્ડીયા (ટીટીએફઆઈ) તરફથી રૂા. લાખના રોકડ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત અન્ય કેટલીય સંસ્થા તરફથી પણ રોકડ કે અન્ય પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી છે.

બીજી તરફ ભાવિનાબેનને સિલ્વર મેડલ મળ્યાનું જાહેર થતાં જ તેમના પરિવારજનો સ્નેહીજનો પણ ખુશીથી ઝુમી ઉઠયા હતા અને ગર્વની લાગણી અનુભવતા હતા. આ અંગે વાત કરતા તેમના પારીવારીક મિત્ર સચીન પટેલે કહયુ હતું કે નાના શહેરથી શરૂ કરીને આટલા મોટા લેવલે પહોચવુ એ જ બહુ મોટી વાત છે અમે બધા જ હવે તે ભારત પરત ફરે તેની રાહ જાેઈએ છીએ અને તેમનું ભવ્ય સ્વાગત કરવાની તૈયારીમાં લાગ્યા છીએ.

PS: ભારત માટે ટોકયો ર૦ર૦ ઓલિમ્પિકમાં સૌથી પહેલો મેડલ સિલ્વર આવ્યો હતો જે મીરાબાઈ ચાનુએ જીત્યો હતો જયારે ટોકયો ર૦ર૦ પેરાલિમ્પિકમાં સૌથી પહેલો મેડલ પણ સિલ્વર આવ્યો હતો જે ભાવિના પટેલે જીત્યો હતો.
– સારથી એમ. સાગર


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.