Western Times News

Gujarati News

સાઉદીમાં અમેરિકન વ્હાઈટ ફાલ્કન ૩.૪૧ કરોડમાં વેચાયું

રિયાધ, એક બાજ પક્ષીની કિંમતનો નવો રેકોર્ડ નોંધાયો છે. સાઉદી અરબમાં યોજાયેલી હરાજીમાં અમેરિકન વ્હાઈટ ફાલ્કન ૧.૭૫ મિલિયન સાઉદી રિયાલ (અંદાજીત ૩.૪૧ કરોડ રૂપિયા)માં વેચાયું છે. આ હરાજી સાઉદીની રાજધાની રિયાધથી ૪૦ માઈલ્સના અંતરે આવેલા માલ્હમ શહેરમાં આવેલા ઈન્ટરનેશનલ ફાલ્કન બ્રીડર્સ ઓક્શન ખાતે રવિવારે યોજાઈ હતી.

અહેવાલ પ્રમાણે આ બાજ એક વર્ષથી પણ નાની વયનું છે અને તેને અમેરિકન પેસિફિક નોર્થવેસ્ટ ફાલ્કન્સ ફાર્મ ખાતેથી લાવવામાં આવ્યું હતું. જેની ગણના વિશ્વના શ્રેષ્ઠ બ્રીડિંગ ફાર્મ્સમાંના એક તરીકે થાય છે. જે બાજે કિંમતનો નવો રેકોર્ડ નોંધાવ્યો છે તેની ૧૬.૫ ઈંચ લાંબુ અને વજન ૯૭૫ ગ્રામ છે. હરાજીમાં આ વર્ષે ૧૪ દેશોના વિવિધ બ્રીડિંગ ફાર્મ્સે ભાગ લીધો હતો. આ હરાજીની સાઉદી ટીવી અને સોશિયલ મીડિયા પર લાઈવ કવરેજ કરવામાં આવ્યું હતું. ખાડીના દેશોમાં બાજ પાળવાનો ઘણો લાંબો ઈતિહાસ રહ્યો છે.

સાઉદીમાં ધનિકોમાં શ્રેષ્ઠ જાતિના બાજ પાળવાનો શોખ છે અને તેની પાછળ ઘણા રૂપિયા ખર્ચ કરવામાં આવે છે. જાેકે, આ પ્રથમ વખત છે કે એક આટલી મોટી કિંમતે વેચાયું છે. આઈએફબીએના જણાવ્યા પ્રમાણે સાઉદી અરબમાં જ ૨૦,૦૦૦ જેટલા ફાલ્કનર્સ છે. સાઉદીમાં બાજને ખાસ ટ્રેનિંગ પણ આપવામાં આવે છે. રિયાધમાં દર વર્ષે ડિસેમ્બરમાં ધ કિંગ અબ્દુલઅઝીઝ ફાલ્કની ફેસ્ટિવલનું આયોજન પણ થાય છે. જ્યાં ૨૦૧૯માં ગિનીઝ બૂક ઓફ વર્લ્‌ડ રેકોર્ડ નોંધાયો હતો કેમ કે ત્યારે ૨,૩૫૦ બાજની હાજરી નોંધાઈ હતી.

ખાડી દેશોમાં બાજને એક સ્ટેટસ સિમ્બોલ તરીકે પણ જાેવામાં આવે છે. ઘણી વખત ધનિકો અને પાવરફૂલ વ્યક્તિઓને ભેટ તરીકે પણ બાજ આપવામાં આવે છે. જાેકે સાઉદી અરબ બાજ પક્ષીઓની જાળવણી માટે પણ એટલું જ આગળ પડતું છે. અમેરિકન વ્હાઈટ ફાલ્કન બાજની પ્રજાતિમાં સૌથી લાંબુ બાજ છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.