Western Times News

Gujarati News

કેરળ-મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ વધતાં ગોવામાં એલર્ટ

પણજી, દેશમાં કોરોનાની બીજી લહેર નબળી પડ્યા બાદ કેન્દ્ર સરકાર અને નિષ્ણાંતો દ્વારા સંભવિત ત્રીજી લહેરની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સંદર્ભે કેરળ અને મહારાષ્ટ્રમાંથી સામે આવી રહેલા કોરોનાના નવા કેસ ચિંતાનો વિષય બન્યા છે. જેને લઇને ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે રાજ્યમાં એલર્ટ પર રાખવાની જરુરિયાત વ્યક્ત કરી છે.

મુખ્યમંત્રી સાવંતે જણાવ્યું કે, રાજ્ય સરકાર કોરોનાની સંભવિત ત્રીજી લહેર સામે પૂર્વ તૈયારી કરી ચૂકી છે. ગોવાના સીએમએ એક સરકારી કાર્યક્રમના સંબોધનમાં જણાવ્યું કે, અમે સંપૂર્ણ તૈયાર છીએ, પરંતુ લોકોએ પણ સંભવિત ત્રીજી લહેરના પડકાર સામે તૈયાર રહેવાની જરુર છે. કોઇને વિચાર્યું નહોતું કે બીજી લહેર ભયાનક રીતે દસ્તક આપશે.

આપણે ખાસ કાળજી લેવાની જરુર છે. તેમણે જણાવ્યું કે, આપણા પાડોશી રાજ્યો મહારાષ્ટ્ર અને કેરળે લોકોને ચેતવ્યા છે, કારણ કે વર્તમાન સમયમાં સૌથી વધુ કેસ મહારાષ્ટ્ર અને કેરળમાંથી સામે આવી રહ્યા છે. મહારાષ્ટ્રની સરકારે રાજ્યમાં કર્ફ્‌યુ જેવા પ્રતિબંધો લાદ્યવાનું શરુ કરી દીધું છે.

સંભવિત ત્રીજી લહેર સામે ગોવાની તૈયારીઓના સંદર્ભમાં સીએમ સાવંતે જણાવ્યું કે, મહામારી સામે જરુરી પાયાકીય સુવિધાઓના સંદર્ભે રાજ્ય સંપૂર્ણ તૈયાર છે. હું અહીં માનવીય સ્ત્રોતોનો ઉલ્લેખ કરી રહ્યો છું, કારણ કે જાે ત્રીજી લહેર આવે છે તો માનવીય સ્ત્રોતો માટે જે પણ માળખકીય તાલિમની જરુર પડે છે, જેમ કે ડોક્ટર, પેરા મેડિકલ સ્ટાફ અને એમ્બ્યુલન્સને લઇને ગોવા રાજ્ય તૈયાર છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.