Western Times News

Gujarati News

ભાદ્રપદમાં મેઘ નર્તનઃ સમગ્ર રાજયમાં રરમી સુધી સચરાચર વરસાદ વરસશે

નર્મદા-તાપીના જળસ્તરમાં વધારો થશે, ૯૮ ટકા વરસાદ થવાની શકયતા

અમદાવાદ, અતિ ભારે વરસાદથી સૌરાષ્ટ્રના ઘણા ભાગો જળતરબળ થવાની જન જનને હાનિ પહોંચવામાં આવે છે. આમ છતાં હજુ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં જળાશયો અને તળાવોમાં પાણીની આવક વધુ થવામાં નથી. જાે વરસાદ સારો પડે અને જળાશયો ભરાય તો બોર-કૂવાના પાણી ઉંચા આવી શકે.

જેથી રવી પાકોમાં સિંચાઈ સારી રીતે થઈ શકે. અમદાવાદ-ગાંધીનગર, પંચમહાલ, મધ્ય ગુજરાત મહેસાણા, સમી, હારીજ, કડી, બેચરાજી સિદ્ધપુર પાલનપુરના ભાગોમાં પણ તા.૧૩થી૧પ અને તા.૧૭- થી રરમાં સારો વરસાદ થવાની શકયતા રહેશે. આ ઉપરાંત ભાદરવી પૂનમે અંબાજીના મેળા વખતે પણ અંબાજીના ડુંગરાળ વિસ્તાર દાંતા અને અન્ય ભાગોમાં વરસાદી ઝાપટાં પડવાની શકયતા રહેશે.

તા.૧૩ પછી થતો વરસાદનું પાણી કૃષિ પાકો માટે સારંુ ગણાય છે. આથી આ વરસાદનું પાણી પુર્વા ફાલ્ગુની નક્ષત્રના પાણીના ઝેરને ધોઈ નાખે તેવું મનાય છે. જાે કે હવેનો વરસાદ ગરમી સાથે પડી અને મેઘ જયાં ત્યાં પડે તેમ અંબાલાલ દા.પટેલે જણાવ્યું છે.

વરસાદ અંગે જાેતા હજુ બંગાળના ઉપસાગરમાં એક પછી એક હવાના હળવા દબાણ ઉભા થવાથી ઉત્તર-મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદ આવી શકે છે. કેટલાક ભાગોમાં ભારે વરસાદ આવવાની શકયતા રહેશે. તા.૧૩થી ૧પમાં એટલે કે આજ રાતથી જ ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની શરૂઆત થઈ જવાની શકયતા રહેશે.

ઉપરાંત તા.૧૭ થી રરમાં પણ સારો વરસાદની શકયતા રહેશે. સીસ્ટમ મજબૂત બનતા ભારતના મધ્ય ભાગો, ઉત્તર-મધ્ય ગુજરાતના ભાગો ઉપરાંત કચ્છના ભાગો, સુરેન્દ્રનગરના ભાગોમાં પણ સારો વરસાદ થવાની શકયતા રહેશે. કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શકયતા રહેશે.

નર્મદાના જળ સ્તરમાં વધારો થશે. તાપી નદીના જળ સ્તરમાં પણ વધારો થવાની શકયતા રહેશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં આહવા, ડાંગ વલસાડ વગેરે ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શકયતા રહેશે. એટલે આ વખતે ભાદરવો ભરપુર રહેશે. ઉત્તર મધ્ય ગુજરાત અને દક્ષીણ ગુજરાતના જળાશયો તેમજ બંધોમાં જળ સ્ત્રોતમાં વધારો થતા પાણીની આવક વધશે.

રાજયમાં વરસાદ લગભગ ૯૮ ટકા થવાની શકયતા રહેશે. એટલે પાછોતરો વરસાદ જાેતા પણ દિવેલા જેવા પાકો સારા થશે. વિષમ હવામાનની વિપરીત અસરથી કપાસના પાકોમાં અસર થઈ શકે. બિનપિયત ભાગોમાં રૂ.ચણાનો પાક સારો થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.