Western Times News

Gujarati News

પાર્ટીમાંથી ટિકિટ મેળવવા માટેની અરજી કરવી હોય તો ૧૧ હજાર ચૂકવવા પડશે

લખનૌ, ૨૦૨૨ ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણીને માત્ર થોડા મહિનાઓ બાકી છે, ત્યારે તમામ રાજકીય પક્ષો ચૂંટણીની તૈયારીઓ પૂરજાેશમાં વ્યસ્ત છે. જે લોકોને કોંગ્રેસ પાર્ટી તરફથી ટિકિટ જાેઈએ છે, તેમને ૧૧ હજાર રૂપિયા ચૂકવવા પડશે. ઉલ્લેખનીય છે કે, આ રકમ અરજદારો પાસેથી સહયોગ રકમ તરીકે લેવામાં આવશે. આ સંદર્ભે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અજય કુમાર લલ્લુએ એક પરિપત્ર જાહેર કર્યો છે.

અજય કુમાર લલ્લુ દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્ર મુજબ આગામી વિધાનસભા ચૂંટણી ૨૦૨૨ માટે આવેદનપત્ર રજૂ કરવા માટે જિલ્લા મથક ખાતે જિલ્લા અને શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને રાજ્ય કોંગ્રેસ સમિતિના જાહેર ફરિયાદ સેલના સચિવ રાજ્ય કક્ષાના સંજય શર્મા અને લખનઉ પૂર્વ જિલ્લા પ્રમુખ વિજય બહાદુરને અધિકૃત કરવામાં આવ્યા છે. તમામ અરજદારો રૂપિયા ૧૧ હજારની સહયોગ રકમ સાથે ૨૫ સપ્ટેમ્બર સુધી જિલ્લા અને રાજ્ય સ્તરે આ અધિકૃત લોકોને તેમના અરજી ફોર્મ સબમિટ કરી શકે છે.

આ સહયોગની રકમ ઉત્તર પ્રદેશ પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખના ચાલુ ખાતામાં જમા કરવામાં આવશે. આ સંદર્ભે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અજય કુમાર લલ્લુએ મીડિયા કર્મચારીઓ સાથે વાત કરતા કહ્યું કે, આ રકમ પાર્ટી ફંડમાં યોગદાન તરીકે ટિકિટ માટે અરજી કરનારાઓ પાસેથી લેવામાં આવશે.

આ ર્નિણય પાર્ટી દ્વારા લેવામાં આવ્યો છે. આ સાથે લલ્લુએ જણાવ્યું હતું કે, ભૂતકાળમાં પણ આવું થયું છે. ઉલ્લેખનીય છે કે, ૧૦ સપ્ટેમ્બરના રોજ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી પ્રવાસે આવ્યા હતા અને પાર્ટીના નેતાઓ અને કાર્યકરો સાથે બેઠક યોજી હતી.

આ દરમિયાન કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, આ વખતે ઉમેદવારો થોપવામાં આવશે નહીં. આ સાથે જ નેતાઓએ જણાવ્યું હતું કે, બહારના નેતાઓને ટિકિટ આપવાનું ટાળવું જાેઈએ. કારણ કે, તેમને હાર્યા બાદ પાર્ટી છોડી દે છે. યુપીની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી પોતાને એક વાસ્તવિક વિકલ્પ તરીકે સાબિત કરવા માટે સંપૂર્ણ તૈયારી સાથે પ્રવેશ કરવાની તૈયારી કરી રહી છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.