Western Times News

Gujarati News

પાક.ના ટેરર કેમ્પમાં બે આતંકીને તાલીમ મળી હતી

નવી દિલ્હી, ભારતીય ઈન્ટેલિજન્સ એજન્સી અને દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે દેશમાં બોમ્બ ધડાકાનું ષડ્યંત્ર રજી રહેલા લોકોના આયોજનને નિષ્ફળ બનાવ્યું છે. પાકિસ્તાનની ઈન્ટેલિજન્સ એજન્સી આએસઆઈના ટેરર મોડ્યુલમાં જાેડાયેલા કુલ ૬ આંતકીઓ પકડાયા છે. જેમાંથી બે આંતકીઓને પાકિસ્તાનમાં ટ્રેનિંગ મળી હતી. નોંધનીય છે કે આ બન્ને આતંકીઓને પાકિસ્તાનના એ જ ટેરર કેમ્પમાં ટ્રેનિંગ મળી હતી, જ્યાંથી આઈએસઆઈએ મુંબઈ હુમલા માટે અજમલ કસાબને તૈયાર કર્યો હતો.

આ ટેરર ફેક્ટરી પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં આવેલા થટ્ટા નામની જગ્યા પર છે. જેને આતંકીઓનો ગઢ મનાય છે કારણ કે અહીં ઘણાં આતંકી સંગઠનો કેમ્પ ચલાવી રહ્યા છે. થટ્ટા કેમ્પમાંથી જ સોસામા અને કમરને ટ્રેનિંગ મળી હતી. આઈએસઆઈના ઈશારે તેમને આઈઈડી લગાવવા માટે દિલ્હી અને યુપીમાં રેકી કરીને જગ્યા શોધવાનું કામ સોંપવામાં આવ્યું હતું.

આ આતંકીઓ આવનારા તહેવારોના સમયમાં દેશમાં ઘણી જગ્યાઓ પર ધડાકા કરવાનું ષડ્યંત્ર બનાવી રહ્યા હતા. પકડાયેલા પાકિસ્તાનમાં ટ્રેન થયેલા આતંકીઓ થટ્ટા આતંકી કેમ્પમાં ટ્રેન થયેલા હતા, જ્યાં પાકિસ્તાન સ્પેશિયલ સર્વિસ ગ્રુપ અને આઈએસઆઈએ ૨૬/૧૧ મુંબઈ હુમલા માટે અજમલ કસાબને ટ્રેનિંગ આપી હતી.

તપાસ એજન્સીઓએ જણાવ્યું છે કે પાકિસ્તાની હેન્ડલર બન્ને આતંકીઓ બે ડઝન લોકો સાથે મસ્કતથી દરિયાઈ માર્ગે થટ્ટા કેમ્પ આવ્યા હતા. થટ્ટામાં ઘણાં સમયથી ભારતીય ઈન્ટેલિજન્સ એજન્સીના રડાર પર હતી, કારણ કે અહીં જ લશ્કર-એ-તૈયબા, જૈશ-એ-મોહમ્મદ અને અન્ય પાકિસ્તાની આતંકી ગ્રુપના ટ્રેનિંગ કેમ્પ આવેલા છા. આ ટ્રેનિંગ કેમ્પ આંતકવાદીઓના ચર્ચિત લોન્ચપેડ તરીકે જાણીતું છે.

દરમિયાનમાં આ ધરપકડ કરાયેલા આતંકવાદીઓને દિલ્હીની એક કોર્ટે પકડાયેલા આતંકવાદીઓની કસ્ટડી રિમાન્ડ સ્પેશ્યલ સેલ ૧૪ દિવસ માટે મોકલી દીધા છે. કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે આતંકવાદીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. પકડાયેલા ૬માંથી ચાર આતંકવાદી, જન મોહમ્મદ શેખ, ઓસામા, મૂલચંદ અને મોહમ્મદ મુશીર હવે દિલ્હી પોલીસની સ્પેશ્યલ સેલના હવાલે છે.

પોલીસે જણાવ્યું કે પાકિસ્તાનમાં રહેલા દાઉદ ઈબ્રાહિમના ભાઈ અનીસ ઈબ્રાહિમ આતંકી ઘટનાઓને અંજામ આપવા માટે અંડરવર્લ્‌ડના લોકો સાથે જાેડાયેલો હતો. ઓપરેશનમાં પકડાયેલા આતંકીઓમાં જાન મોહમ્મદ શેખ (૪૭) ઉર્ફે સમીર કાલિયા, મુંબઈનો રહેવાસી, ઓસામા (૨૨) ઉર્ફે સામી- ઓખલા, જામિયા નગર, મૂળચંદ (૪૭) ઉર્ફે સાજુ- રાયબરેલીનો રહેવાસી, જીશાન કમર (૨૮)- કરેલી, પ્રયાગરાજ, મોહમ્મદ અબુ બકર (૨૩)- બહેરાઈચ, યુપી, મોહમ્મદ આમિર જાવેદ (૩૧)- લખનૌ, યુપીનો સમાવેશ થાય છે. આ આતંકીઓ પાસે આરડીએક્સ આધારિત આઈઈડી, ગ્રેનેડ, પિસ્તોલ, કારતૂસ કબજે કરવામાં આવ્યા છે.

ભારતીય ઈન્ટેલિજન્સ એજન્સી અને દિલ્હી પોલીસ તપાસ કરી રહી છે, અને પૂછપરછ પણ ચાલી રહી છે. પૂછપરછમાં એવી વિગતો સામે આવી છે કે કઈ રીતે પાકિસ્તાનની સેના ભારત અને બાંગ્લાદેશથી ભરતી કરી રહ્યા છે અને તેમને ટ્રેનિંગ આપી રહ્યા છે, આ પૂછપરછમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાન-પાક ક્ષેત્રમાં આઈએસઆઈ રાખવાની જવાબદારી આપવામાં આવી હતી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.