Western Times News

Gujarati News

સગીરાનું શારીરિક શોષણ કરવાના ગુનામાં આરોપીને 20 વર્ષની સજા

(પ્રતિનિધિ) ગોધરા, બનાવની હકીકત એવી છે કે, આરોપી શૈલેષકુમાર રાજેશભાઈ ચૌહાણ રહે. ડેમલી તા.શહેરાનાઓએ ફરીયાદીની સગીર વયની દીકરીને પટાવી ફોસલાવી લગ્ન કરવાના તેમજ તેણીનું શારીરિક શોષણ કરવાના આશયથી ફરીયાદીના વાલીપણામાંથી ભગાડી લઈ જઈને તેની સાથે અવાર નવાર શોષણ કરેલ જે બાબતે આરોપીનાઓ વિરૂધ્ધ ફરીયાદીએ શહેરા પોલીસ સ્ટેશનમાં ઈ.પી.કો. ની કલમ ૩૬૩, ૩૬૬, ૩૭૬(૨)

એન તથા પોકસો અધિનીયમ કલમ પ(એલ), ૬, ૧૨ મુજબની ફરીયાદ આપેલ અને ત.ક.અમ.શ્રીનાઓએ ગુનો નોંધી અને આરોપી શૈલેષકુમાર રાજેશભાઈ ચૌહાણ રહે. ડેમલી તા.શહેરાનાઓને પકડી પાડેલ અને નામ.કોર્ટમાં ચાર્જશીટ કરેલ અને જે બાબતે પંચમહાલ જીલ્લાના મહે.સ્પે.જજ તથા બીજા એડી. સેશન્સ જજ શ્રી આર.જે.પટેલ ની કોર્ટમાં કેસ ચાલી જતાં રેકર્ડ ઉપર

જે પુરાવો આવેલ તે પુરાવો ધ્યાને લઇ અને સદર કામે મદદનીશ સરકારી વકીલ આર.એમ.ગોહીલનાઓએ ફરીયાદી, ભોગ બનનારની, પંચોની, ડૉ.ની તથા અન્ય સાહેદોની તથા તપાસ કરનાર અમલદારની જુબાની ના આધારે વિગતવારની દલીલો કરેલી જે દલીલો સાંભળયા બાદ અને આરોપી શૈલેષકુમાર રાજેશભાઈ ચૌહાણ રહે. ડેમલી તા.શહેરાનાઓને તકસીરવાન ઠેરવી સજા માટે સાંભળયા બાદ

પંચમહાલ જીલ્લાના મહે.સ્પે.જજ તથા બીજા એડી. સેશન્સ જજ શ્રી આર.જે.પટેલ ની કોર્ટે આરોપીને ઈ.પી.કો. ની કલમ ૩૬૩, ૩૬૬ મુજબના શિક્ષાપાત્ર ગુનામાં ૭(સાત) વર્ષની સખત કેદની સજા અને રૂ.૫,૦૦૦/- નો દંડ ફરમાવવામાં આવેલ અને જો આરોપી દંડ ન ભરે તો વધુ-૩ (ત્રણ) માસની સખત કેદની સજા અને ઈ.પી.કો.કલમ ૩૭૬(૨)(દ્ગ) તથા પોકસો એકટની કલમ ૬ સાથે વાંચતા કલમ-૫(એલ) મુજબ

શિક્ષાપાત્ર ગુનામાં ૨૦ (વીસ) વર્ષની સખત કેદની સજા તથા રૂ.૧૦,૦૦૦/- નો દંડ ફરમાવામાં આવેલ છે અને જો દંડના ભરે તો વધુ ૬ (છ) માસની સખત કેદની સજા નો હુકમ કરવામાં આવેલ છે અને પોકસો એકટની કલમ ૧૨ મુજબ શિક્ષાપાત્ર ગુનામાં ૧ (એક) વર્ષની સખત કેદની સજા તથા રૂ.૫,૦૦૦/- નો દંડ ફરમાવામાં આવેલ છે અને જો દંડના ભરે તો વધુ ૩ (ત્રણ) માસની સખત કેદની સજા નો હુકમ કરવામાં આવેલ છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.