Western Times News

Gujarati News

અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો છેલ્લી ઘડીએ રદ કરાયો

બનાસકાંઠા, પવિત્ર ધામ અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો રદ કરવામાં આવ્યો છે. આ અંગેનો આદેશ ગૃહ વિભાગે કર્યો છે. જેમાં ગૃહ વિભાગના આદેશમાં જણાવવામાં આવ્યું છે કે પદયાત્રીઓ અને સંઘને મંજૂરી આપવામાં આવી નથી. તેમજ માત્ર બાધા, આખડી, માન્યતા હોય તેઓને જ મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે. અહીં નોંધનીય છે કે કોરોના વાયરસની ત્રીજી લહેર ના આવે તેની અગમચેતીના પગલે આ વર્ષે પણ અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો રદ કરવામાં આવ્યો છે.

પવિત્ર ધામ અંબાજી મંદિરે ભક્તોની ભારે ભીડ જામતી હોવાથી મંદિર બંધ રાખવા અંગેનો મહત્વનો ર્નિણય લેવામાં આવ્યો છે. તેમજ પગપાળા સંઘોને પણ મંજૂરી નહીં આપવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. પવિત્ર ધામ અંબાજીનો ભાદરવી પૂનમનો મેળો છેલ્લી ઘડીએ ગૃહવિભાગે રદ કરી દીધો છે.

નોંધનીય છે કે કોરોનાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા હાલ અંબાજીનો ભાદરવી પૂનમનો મેળો રદ કરાયો છે તેમજ તારીખ ૧૩ સપ્ટેમ્બરથી લઇને તારીખ ૨૫ સપ્ટેમ્બર સુધી અંબાજી મંદિર બંધ રાખવાનો મહત્વનો ર્નિણય લેવામાં આવ્યો છે. તેમજ પગપાળા સંઘોને પણ મંજૂરી નહીં આપવાનો ર્નિણય લેવાયો છે. જેઓને બાધા કે માન્યતા હોય તેમના પૂરતી જ મર્યાદિત સંખ્યામાં વ્યક્તિઓને મંદિરમાં પ્રવેશ આપવામાં આવે તેવી સૂચના આપવામાં આવી છે.

ગુજરાતની ઉત્તર દિશામાં રાજસ્થાનની સરહદ પાસે અને અરવલ્લીના પહાડોની વચ્ચે આવેલું અંબાજી ખૂબ જ મશહૂર યાત્રાધામ ગણાય છે. પુરાણોમાં લખ્યું છે કે અહીં અંબિકાવન હતું. અંબાજી એ સમુદ્ર સપાટીથી ૧૫૮૦ ફૂટની ઊંચાઇ ઉપર અરવલ્લીના પહાડોની વચ્ચે વસેલું છે. અંબાજી મંદિરમાં કોઇ દેવીની મૂર્તિની પૂજા થતી નથી.

પરંતુ વીસાયંત્રની પૂજા કરાય છે. આ યંત્ર માન્યતા અનુસાર શ્રીયંત્ર છે જે ઉજ્જૈન તેમ જ નેપાળના શક્તિપીઠોના મૂળ યંત્ર સાથે સંકળાયેલું હોવાનું અને યંત્રમાં એકાવન અક્ષર હોવાનું પ્રમાણ છે. આ યંત્રની દર મહિનાની આઠમે પૂજા થાય છે. આ તીર્થક્ષેત્રમાં બારે માસ યાત્રીઓ દર્શન માટે આવતાં હોય છે. દર માસની પૂનમે બહુ મોટી સંખ્યામાં યાત્રિકો અહીં આવે છે અને મંદિરના શિખર ઉપર ધજા ચઢાવે છે. ધાર્મિક રીતે અંબાજી ભારતની શક્તિપીઠમાં મહત્વનું સ્થાન ધરાવે છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.