Western Times News

Gujarati News

રાજકોટ-જામનગરના ગામમાં નથી ઓસર્યા વરસાદના પાણી

રાજકોટ, જામનગર અને રાજકોટ જિલ્લાઓને વરસાદથી રાહત મળી છે. પરંતુ સેંકડો ગામડાં એવા છે જ્યાં હજી ઘૂંટણ સમા પાણી ભરાયેલા છે અને લોકો સામાન્ય જીવનથી દૂર છે. પરિસ્થિતિને સામાન્ય થવામાં દિવસો લાગશે. કારણ કે, લોકો હજી પણ ઘરેલુ કિંમતી સામાનના ભારે નુકસાનને પહોંચી વળવા માટે સંઘર્ષ કરી રહ્યા છે.

ઘરમાં કાદવ ભરાઈ ગયો છે અને વીજળી પુનઃસ્થાપિત કરવા માટેની કામગીરી યુદ્ધના ધોરણે થઈ રહી છે. રાજ્ય સંચાલિત પશ્ચિમ ગુજરાત વિજ કંપની લિમિટેડે દાવો કર્યો હતો કે, રાજકોટના તમામ ૮૨ ગામડાઓમાં અને જામનગર જિલ્લાના૮૦માંથી ૬૦ અસરગ્રસ્ત ગામમાં બુધવાર સુધીમાં વીજળી પુનઃસ્થાપિત કરવામાં આવી હતી.

ઁય્ફઝ્રન્ના મેનેજિંગ ડિરેક્ટર ડીબી વ્યાસે જણાવ્યું હતું કે ‘સંપર્ક વિહોણા થવાના કારણે જામનગરના ભાગ્યે જ ૮-૧૦ ગામ એવા છે જ્યાં વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવામાં આવ્યો છો. પાણીના ઉચ્ચ સ્તરના કારણે શોર્ટ સર્કિટનો ભય છે. અમે મોટાભાગના અસરગ્રસ્ત ગામડામાં આગામી બે દિવસમાં વીજળી પુનઃસ્થાપિત કરી શકીશું. એેકલા રાજકોટમાં ઁય્ફઝ્રન્ને ૧૫ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે જ્યારે જામનગર જિલ્લામાં ગણતરી કરવાની બાકી છે. જામનગરમાં પાવર ડિસ્ટ્રિબ્યૂશન કંપનીએ બે દિવસમાં ૪૮૮ વીજ પોલ ઉભા કર્યા છે.

ગામડાઓને જાેડતા આંતરિક રસ્તાઓ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થયા છે અને કેટલાક નાના કોઝવે તૂટી ગયા છે. જેના કારણે વહીવટ તેમજ સ્થાનિક લોકોની અવરજવર પર પ્રતિબંધ છે. બંને જિલ્લાઓમાં રસ્તાઓને સાફ કરવાનું કામ પણ શરૂ કરવામાં આવ્યું છે.

ગ્રામજનોના જણાવ્યા પ્રમાણે, મુખ્ય સમસ્યા પ્રાણીઓના મૃતદેહની દુર્ગંધ અને ગંદકી છે જેને વહેલામાં વહેલી તકે સાફ કરવાની જરૂર છે. એક અંદાજ મુજબ, જામનગરના સૌથી ખરાબ રીતે અસરગ્રસ્ત અલીયાબાડા, ધુવાવ, ખિજડીયા, વાગડિયા, કોઝા, મોડા, બંગા, નવાગામ અને દુધાળા સહિતના ગામડાઓમાં ૩૦૦થી વધુ પશુઓ મૃત્યુ પામ્યા હતા.

ગામડાઓમાં રહેલા કાચા મકાન સંપૂર્ણ રીતે ક્ષતિગ્રસ્ત થયા છે જ્યારે પાકા મકાનની ઘર વખરી ધોવાઈ ગઈ છે. સફાઈની કામગીરી માટે રાજકોટથી સફાઈકર્મીઓથી ભરેલી બસ જામનગર પહોંચી હતી.

જામનગરના મ્યુનિસિપલ કમિશનર વિજય ખરાડીએ રાત્રિ દરમિયાન પણ સતત સ્વચ્છતા અભિયાનનો આદેશ આપ્યો હતો. જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના વરિષ્ઠ અધિકારીઓએ મંગળવારે રાતે પણ સ્વચ્છતાની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.

પાણી ભરાવાના કારણે ૧૫૭ જેટલા રસ્તા બ્લોક થયા છે, જેનાથી ટ્રાફિકની અવરજવર પર પણ અસર થઈ રહી છે. જેમાં જામનગર જિલ્લાનો નેશનલ હાઈવે તેમજ રાજકોટ, જામનગર, જૂનાગઢ, ભાવનગર, અમરેલી અને સુરત જિલ્લાના ૧૭ રાષ્ટ્રીય ધોરીમાર્ગ અને ગામડાઓને જાેડતા ૧૨૭ પંચાયત રોડનો સમાવેશ થાય છે, તેમ તેમણે કહ્યું હતું.

ભારતીય હવામાન વિભાગે રાજ્યના કેટલાક ભાગોમાં શનિવાર સુધીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. રાજ્ય પરિવહન નિગમે જણાવ્યું હતું કે, જે ૧૬૫ માર્ગો પર દૈનિક રીતે બસોની અવરજવર થતી રહે છે તે બંધ રહેવાના કારણે ૫૨૨ યાત્રા અટકી હતી. તેમાંથી મોટાભાગના રૂટ જામનગર, જૂનાગઢ અને રાજકોટ જિલ્લાના હતા, જે શનિવાર અને રવિવારે થયેલા અતિ ભારે વરસાદના કારણે અસરગ્રસ્ત થયા હતા.

અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, રાજકોટ , જામનગર અને પોરબંદરના ૪૮ ગામડા પ્રભાવિત થવાની શક્યતા હતી, કારણ કે આ જિલ્લાના ત્રણ મુખ્ય ડેમમાંથી નદીઓમાં વધારે પ્રમાણમાં પાણીનો પ્રવાહ વહેતો હતો.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.