Western Times News

Gujarati News

રાજ્યમાં ૨૪ કલાકમાં કોરોનાના નવા ૨૨ કેસ

ગાંધીનગર, રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા કેસમાં વધારો થયો છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૨૨ કેસ સામે આવ્યા છે. રાહતની વાત છે કે આ દરમિયાન એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી. તો રાજ્યમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૨૩ લોકોએ કોરોનાને માત આપી છે. રાજ્યમાં નવા કેસ બાદ કુલ કોરોના સંક્રમિતોની સંખ્યા ૮ લાખ ૨૫ હજાર ૬૭૭ પર પહોંચી ગઈ છે. તો અત્યાર સુધી ૮ લાખ ૧૫ હજાર ૪૪૬ લોકો કોરોનાને માત આપી સાજા થયા છે.

ગુજરાતમાં કોરોનાને કારણે ૧૦ હજાર ૮૨ લોકોના મૃત્યુ થયા છે. ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદ શહેરમાં સૌથી વધુ ૫ કેસ નોંધાયા છે. તો સુરત જિલ્લામાં ૫, વડોદરા શહેરમાં ૩, ભાવનગરમાં ૨, વલસાડમાં ૨, અમરેલી, ગીર સોમનાથ, જામનગર, પોરબંદર, રાજકોટમાં એક-એક કેસ સામે આવ્યો છે.

ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસ અત્યારે ૧૪૯ છે, જેમાં ૬ દર્દીઓ વેન્ટિલેટર પર છે. રાજ્યમાં કોરોનાની સારવાર બાદ ૮૧૫૪૪૬ લોકો સાજા થયા છે. તો ૧૦૦૮૨ લોકોના અત્યાર સુધી મૃત્યુ થયા છે. રાજ્યનો રિકવરી રેટ ૯૮.૭૬ ટકાએ પહોંચી ગયો છે. રાજ્યભરમાં કોરોના વાયરસને ડામવા માટે રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે.

ગુજરાતમાં આજે સાંજે ૪ કલાક સુધીમાં ૨ લાખ ૬૫ હજાર ૫૬૦ વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે. આમ અત્યાર સુધી રાજ્યમાં કોરોના વેક્સિનના ૫ કરોડ ૩૫ લાખ ૮૫ હજાર ૩૯૪ ડોઝ આપવામાં આવ્યા છે. જેમાં પ્રથમ અને બીજાે ડોઝ સામેલ છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.