Western Times News

Gujarati News

પારસ ડિફેન્સ એન્ડ સ્પેસ ટેકનોલોજીસનો IPO 21 સપ્ટેમ્બર, 2021ના રોજ ખુલશે

·         પ્રાઇસ બેન્ડ – RS. 10ની ફેસ વેલ્યુ ધરાવતા ઇક્વિટી શેરદીઠ RS. 165થી RS. 175 (“ઇક્વિટી શેર”)

·         બિડ/ઓફર ખુલવાની તારીખ – 21 સપ્ટેમ્બર, 2021, મંગળવાર અને બિડ/ઓફર બંધ થવાની તારીખ – 23 સપ્ટેમ્બર, 2021

અમદાવાદ, ભારતમાં ખાનગી ક્ષેત્રમાં સ્વદેશી ડિઝાઇન ડેવલપ્ડ અને ઉત્પાદન કરતી કંપની (“આઈડીડીએમ”) તરીકે વર્ગીકૃત પારસ ડિફેન્સ એન્ડ સ્પેસ ટેકનોલોજીસ લિમિટેડ (“કંપની”) મુખ્યત્વે સંરક્ષણ અને અંતરિક્ષ ઇજનેરી ઉત્પાદનો અને સમાધાનોની ડિઝાઇન બનાવવા, વિકસાવવા, ઉત્પાદન કરવા અને પરીક્ષણ કરવામાં સંકળાયેલી છે.

 

કંપનીનો ઇક્વિટી શેરનો આઈપીઓ (“ઓફર”) 21 સપ્ટેમ્બર, 2021ને મંગળવારે ખુલશે અને 23 સપ્ટેમ્બર, 2021ને ગુરુવારે બંધ થશે. ઓફરની પ્રાઇસ બેન્ડ ઇક્વિટી શેરદીઠ RS. 165થી RS. 175 નક્કી કરવામાં આવી છે.

 

ઓફરમાં RS. 1,406 મિલિયનના ઇક્વિટી શેરનું ફ્રેશ ઇશ્યૂઅન્સ (“ફ્રેશ ઇશ્યૂ”) અને શરદ વિરજી શાહ, મુંજાલ શરદ શાહ (“પ્રમોટર વિક્રેતા શેરધારકો”) અને અમી મુંજાલ શાહ, શિલ્પા અમિત મહાજન અને અમિત નવીન મહાજન (“વ્યક્તિગત વિક્રેતા શેરધારકો”, પ્રમોટર વિક્રેતા શેરધારકો સાથે સંયુક્તપણે “વિક્રેતા શેરધારકો”) દ્વારા 17,24,490 ઇક્વિટી શેર સુધીના વેચાણની ઓફર સામેલ છે.

કંપની ફ્રેશ ઇશ્યૂમાંથી પ્રાપ્ત થનાર ચોખ્ખા ભંડોળનો ઉપયોગ મશીનરી અને ઉપકરણ ખરીદવા, કાર્યકારી મૂડીની સંવર્ધિત જરૂરિયાતો ફંડ પૂરું પાડવા, તમામ કે ચોક્કસ ઋણની પુનઃચુકવણી કે આગોતરી ચુકવણી કરવા તથા સાધારણ કોર્પોરેટ ઉદ્દેશો માટે કરવાનો ઇરાદો ધરાવે છે.

કંપની અને વિક્રેતા શેરધારકોએ ઓફરના બુક રનિંગ લીડ મેનેજર્સ સાથે ચર્ચા કરીને સેબી આઈસીડીઆર નિયમનો મુજબ એન્કર રોકાણકારોની સહભાગીદારીનો વિચાર કર્યો છે, જેમની ભાગીદારી બિડ/ઓફર ખુલવાની તારીખના એક વર્કિંગ દિવસ અગાઉ એટલે કે 20 સપ્ટેમ્બર, 2021ના રોજ થશે.

ઓફર સીક્યોરિટીઝ કોન્ટ્રાક્ટ્સ (નિયમનો) નિયમો, 1957ના નિયમ 19(2)(બી) મુજબ, સેબી આઈસીડીઆર નિયમનોના નિયમન 31 સાથે વાંચીને કરવામાં આવી છે. સેબી આઈસીડીઆર નિયમનોના નિયમન 6(1)ને સુસંગત રીતે ઓફર બુક બિલ્ડિંગ પ્રક્રિયા મારફતે રજૂ કરવામાં આવી છે, જેમાં ઓફરનો મહત્તમ 50 ટકા હિસ્સો ક્વોલિફાઇડ સંસ્થાગત ગ્રાહકોને, મહત્તમ 15 ટકા હિસ્સો બિનસંસ્થાગત રોકાણકારોને અને મહત્તમ 35 ટકા હિસ્સો રિટેલ વ્યક્તિગત રોકાણકારોને ઉપલબ્ધ કરાવવામાં આવશે.

ફ્રોસ્ટ એન્ડ સુલિવન (“એફએન્ડએસ રિપોર્ટ”)એ તૈયાર કરેલા “સંરક્ષણ અને અંતરિક્ષ ઉદ્યોગના રિપોર્ટ” મુજબ, કંપની ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી કંપનીઓમાં સામેલ છે, જે ભારતીય સંરક્ષણ ક્ષેત્રના ચાર મુખ્ય સેગમેન્ટને સેવા આપે છે – ડિફેન્સ ઓપ્ટિક્સ, ડિફેન્સ ઇલેક્ટ્રોનિક્સ, ઇલેક્ટ્રો-મેગ્નેટિક પલ્સ (“ઈએમપી”) પ્રોટેક્શન સોલ્યુશન તથા સંરક્ષણ અને અતિ ઉચ્ચ ટેકનોલોજીઓ માટે ભારે એન્જિનીયરિંગ.

કંપની ભારતમાં અંતરિક્ષ ઉપયોગિતાઓ માટે મોટી સાઇઝના ઓપ્ટિક્સ અને ડિફ્રેક્ટિવ ગ્રેટિંગ્સ જેવા મહત્વપૂર્ણ ઇમેજિંગ ઘટકોની એકમાત્ર ભારતીય સપ્લાયર છે. કંપની સંરક્ષણ અને અંતરિક્ષ ઉપયોગિતા માટે અતિ સચોટ ઓપ્ટિક્સનું ઉત્પાદન કરે છે, જેમ કે થર્મ ઇમેજિંગ અને સ્પેસ ઇમેજિંગ સિસ્ટમ્સ. એફએન્ડએસ રિપોર્ટ મુજબ, આ એકમાત્ર ભારતીય કંપની છે, જે સ્પેસ-ઓપ્ટિક્સ અને મિકેનિકલ એસેમ્બલી સુધીની ડિઝાઇન ક્ષમતા ધરાવે છે.

કંપનીએ કેટલાંક અતિ પ્રતિષ્ઠિત સંરક્ષણ કાર્યક્રમોમાં પ્રદાન કર્યું છે અને એની સંરક્ષણ ઇલેક્ટ્રોનિક્સ કામગીરી અંતર્ગત સંરક્ષણ ઉપયોગિતાઓ માટે અતિ કાર્યદક્ષ કમ્પ્યુટિંગ અને ઇલેક્ટ્રોનિક સિસ્ટમ્સની બહોળી રેન્જ  પ્રદાન કરે છે, જેમાં સરહદ સંરક્ષણ, મિસાઇલ્સ, ટેંક અને નેવલ ઉપયોગિતા માટે પેટા સિસ્ટમ સામેલ છે.

કંપનીએ સંરક્ષણ ક્ષેત્રમાં કેટલાંક કસ્ટમાઇઝ ટર્નકી પ્રોજેક્ટ હાથ ધર્યા છે અને પ્રદાન કર્યા છે, ખાસ કરીને સંરક્ષણ ઇલેક્ટ્રોનિક્સ અને ઈએમપી પ્રોટેક્શન સેગમેન્ટમાં. અત્યારે કંપની મહારાષ્ટ્રમાં બે ઉત્પાદન સુવિધાઓ દ્વારા કામ કરે છે, જે નેરુલ (નવી મુંબઈ) અને અંબરનાથ (થાણે)માં છે.

સ્થાનિક મોરચે કંપનીના ગ્રાહકોની રેન્જ સંરક્ષણ અને અંતરિક્ષ સંશોધનમાં સંકળાયેલી સરકારી કંપનીઓથી લઈને વિવિધ સરકારી સંરક્ષણ સાહસો સામેલ છે, જેમ કે ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ (બીઈએલ), ઇલેક્ટ્રોનિક કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ (ઈસીઆઈએલ) અને હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (એચએએલ).

વળી કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ લિમિટેડ, સોલાર ઇન્ડસ્ટ્રીઝ ઇન્ડિયા લિમિટેડ અને આલ્ફા ડિઝાઇન ટેકનોલોજીસ લિમિટેડ જેવી ખાનગી કંપનીઓને પણ ઉત્પાદનો અને સમાધાનો પૂરાં પાડે છે. કંપની વિવિધ વિદેશી ગ્રાહકોને પણ સેવા આપે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.