Western Times News

Gujarati News

ગુજરાતના દરિયામાંથી ૨૫૦ કરોડના હેરોઇન સાથે ૭ ઈરાનીઓની ધરપકડ

ગુજરાત બોર્ડર બની ડ્રગ્સ ઘૂસાડવાનું સેફ પેસેજ

અમદાવાદ, ભારતીય જળ સીમામાં હેરોઈન લઈને ઘૂસી આવેલા ઈરાની માછીમારોને પકડવામાં ભારતીય તટરક્ષક દળને મોટી સફળતા મળી છે. એટીએસ અને ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા જાેઈન્ટ સર્ચ ઓપરેશન હાથ ધરાયુ હતું, જેમાં ગઈકાલે મોડી રાત્રે ૭ ઈરાની માછીમારો હેરોઈનના જથ્થા સાથે પકડાયા છે.

ઉલ્લેખનીય છે કે, પાંચ દિવસ પહેલા જ મુન્દ્રા પોર્ટ પર ડીરેક્ટરોટ ઓફ રેવન્યુ ઈન્ટેલીજન્સની ટીમ દ્વારા ઈરાનથી આવેલો ૨૮૦૦ કિલો હેરોઈનનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. જેની બજાર કિંમત ૮૫૦૦ કરોડ હોવાનું કહેવાય છે. છેલ્લા કેટલાય મહિનાઓથી ગુજરાતની દરિયાઈ સરહદો ડ્રગ્સ ઘૂસાડવાનું સેફ પેસેજ બની રહી છે.

કચ્છના દરિયાઈ કાંઠે ડ્રગ્સ ઘૂસાડવાના કિસ્સા વધી રહ્યાં છે. પહેલા પાકિસ્તાન બાદ હવે ગલ્ફના દેશો ગુજરાતમાં ડ્રગ્સ ઘૂસાડી રહ્યાં છે. હવે ગુજરાતમાં ઈરાનથી ડ્રગ્સ સાથેના કન્ટેઈનર આવી રહ્યાં છે.

ભારતીય જળ સીમામાં ભારતીય કોસ્ટગાર્ડનું સંયુક્ત સર્ચ ઓપરેશન શનિવારે મોડી રાત્રે હાથ ધરાયુ હતું. ગઈકાલે મોડી રાત્રે ૭ ઈરાની માછીમારો બોટ અને હેરોઈન સાથે પકડાયા છે. આવતીકાલ સુધીમાં ગુજરાત એટીએસ ખાતે તમામ માછીમારોને લાવવામાં આવશે. આ મામલે ગુજરાત એટીએસ વધુ તપાસ હાથ ધરશે.

ગુજરાત એટીએસના ડીવાયએસપી ભાવેશ રોજીયાએ આ માહિતી આપી હતી. ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડના સંયુક્ત ઓપરેશનમાં ભારતીય જળસીમાંથી ૫૦ કિલો હેરોઈન ઝડપાયુ છે. આ સાથે જ ૭ ઈરાની નાગરિકોની પણ ધરપકડ કરાઈ છે. આ ઈરાની માછામીરો ફિશિંગ બોટમાં હેરાઈનનું સપ્લાય કરતા હતા.

આશરે ૨૫૦ કરોડના હેરોઈનનો જથ્થો ઝડપાયો છે. પાંચ દિવસ પહેલા મુદ્રા પોર્ટ પર ટેલ્કમ પાવડરની આડમાં ડ્રગ્સ આવતુ હોવાની બાતમી મળી હતી. મુન્દ્રા પોર્ટ પર ડીરેક્ટરોટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સની ટીમ દ્વારા ડ્રગ્સ આયાત થયાની બાતમીના આધારે ટીમે બે કન્ટેનર રોકીને તપાસ કરાઈ હતી.

આખરે બંને કન્ટેનરમાં ટેલ્કમ પાવડરની આડમાં ડ્રગ્સનો જથ્થો હોવાનુ સામે આવ્યુ હતું. મુન્દ્રામાં એક કન્ટેનરમાંથી હજારો કરોડનું અફઘાન હેરોઈન ઝડપાતાં ખળભળાટ મચી ગયો છે. કન્ટેઈનરમાંથી ૩૮ બેગ ભરીને હેરોઈન મળ્યું હતું. હેરોઈન અફઘાનિસ્તાનું હોવાનું અને કંદહારની હસન હુસેન લિમિટેડ નામની એક્સપોર્ટર પેઢીએ માલ લોડ કર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

Indian Coast Guard and Gujarat ATS had apprehended an Iranian boat in Indian waters with seven crew members carrying drugs on sunday 19-09-2021


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.