Western Times News

Gujarati News

નડિયાદના એસટી બસ સ્ટેન્ડમાં ખાડાઓથી મુસાફરો પરેશાન

(તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) નડિયાદ શહેરમાં આવેલ એસ.ટી.બસ સ્ટેશનમાં મોટા પડી ગયેલા ખાડા મુસાફરો માટે માથાના દુખાવા સમાન બન્યા છે બસ સ્ટેન્ડમાં જેવી બસ પવેસે છે

ત્યારે ખાડામાં પડતા બસના વીલ ના પગલે મુસાફરો બસમાંથી આજકા અનુભવે છે એટલું જ નહીં ખાડામાં પડેલા બસના વીલ ના કારણે પાણીના ફુવારા ઉડતા હોય મુસાફરના કપડાં બગડે છે.

નડિયાદનું એસટી બસ સ્ટેશન છેલ્લા ઘણા સમયથી મુસાફરો માટે ત્રાસદાયક બની ગયું છે મુસાફરો ની સ્થિતિ કફોડી બની જાય છે હાલમાં ચોમાસાની ઋતુ છે વરસાદના ઝાપટા પડે છે ત્યારે બસ સ્ટેન્ડ માં ઘણી જગ્યાએ છત માથી પાણી પડતું હોવાની બૂમો ઉઠવા પામી છે તો વળી રખડ તી ગાયો બસ સ્ટેન્ડ માં પ્રવેશી જતી હોય મુસાફરને સિંગડે ચડાવે છે

એટલું જ નહીં હાલમાં બસટેન્ડ માં મોટા મોટા ખાડા પડી ગયા છે આ ખાડામાં વરસાદી પાણી લાંબા સમય સુધી ભરાઈ રહે છે જેવી બસ બસ સ્ટેન્ડ માં પ્રવેશ્‌ કરે એટલે બસમાં બેઠેલા મુસાફરોને ધરતીકંપ થયો હોય તેમ આંચકા અનુભવાયા પડે છે બસના વીલ ખાડામાં પડતા હોય પાણીના ફુવારા ઉડે છે જેના કારણે મુસાફરો ના કપડા બગડતા હોવા ની પણ બૂમો ઉઠવા પામી છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.