Western Times News

Gujarati News

અમદાવાદની કંપનીએ લદાખમાં LiFi ટેકનોલોજી ધરાવતું સૌ પ્રથમ નેટવર્ક ઈન્સ્ટોલ કર્યુ

વિખ્યાત સંશોધક સોનમ વાંગચુકના નેતૃત્વ હેઠળનું સેકમોલ ફુલ્લી લાઈ-ફાઈ આધારિત નેટવર્ક ધરાવતું ભારતનું સૌપ્રથમ શૈક્ષણિક સંસ્થાન બન્યું

લદાખ, સ્ટુડન્ટ્સ એજ્યુકેશનલ એન્ડ કલ્ચરલ મુવમેન્ટ ઓફ લદાખ (સેકમોલ) લાઈફાઈ (લાઈટ ફિડેલિટી) ટેક્નોલોજી સાથેના ઈન્ટરનેટ કનેક્શન ધરાવતું ભારતનું સૌપ્રથમ ઈન્સ્ટિટ્યૂટ બની ગયું છે. Nav Tech sets up LiFi network at India’s highest altitude institute in Ladakh

અમદાવાદ સ્થિત નવ વાયરલેસ ટેક્નોલોજીસ પ્રાઈવેટ લિમિટેડે લદાખના સ્થાનિક શૈક્ષણિક સમુદાય માટે ભારતના સૌથી ઊંચાઈવાળા સ્થળે આવેલા શિક્ષણ સંસ્થાનમાં લાઈફાઈ નેટવર્ક સ્થાપ્યું છે.

આ લાઈફાઈ સેટપ સાથે સંસ્થાના ફેકલ્ટીઝ અને વિદ્યાર્થીઓ વિવિધ શૈક્ષણિક હેતુઓ માટે વર્તમાન ઈલેક્ટ્રિક પાવર લાઈનની મદદથી અત્યંત ઝડપી અને ખૂબ જ સુરક્ષિત ઈન્ટરનેટ કનેક્શન મેળવી શકશે. નવ વાયરલેસ ટેક્નોલોજીસ એશિયામાં લાઈફાઈ સેક્ટરમાં નોંધાયેલી એકમાત્ર કંપની છે.

આ ગતિવિધિ અંગે જાણીતા સંશોધક અને સેકમોલના સ્થાપક તથા પ્રેસિડેન્ટ ઓફ ધ બોર્ડ શ્રી સોનમ વાંગચૂકે જણાવ્યું હતું કે અમારા કેમ્પસમાં નવીનતમ લાઈફાઈ ટેક્નોલોજીના ઉપયોગથી કાયમી ઈન્ટરનેટ કનેક્ટિવિટી મળવાથી હું ખૂબ જ ખુશ છું. આ લાઈફાઈ ટેક્નોલોજી શૈક્ષણિક ક્ષેત્રે ક્રાંતિ લાવી શકે છે. Speaking on this development, Mr. Sonam Wangchuk, Founder and President of the Board, SECMOL said “I am happy to see the set up for permanent internet connectivity using the innovative LiFi technology at our campus.

તેનાથી વિદ્યાર્થીઓ નિરંતર કનેક્ટિવિટી સાથે શિક્ષણને લગતા વીડિયો સ્ટ્રીમ કરી શકશે અને વિવિધ મટિરિયલ્સ ડાઉનલોડ કરી શકશે. ફેકલ્ટીઝને પણ ઓનલાઈન લેક્ચર્સ હાથ ધરવામાં અને પોતાના જ્ઞાન તથા કુશળતા વધારવામાં મદદ મળશે. આ ટેક્નોલોજી પર્યાવરણને સાનુકૂળ હોવાથી હરિયાળા અને પ્રદૂષણમુક્ત વિશ્વ બનાવવાના અમારા ધ્યેયને અનુરૂપ છે.

આ પ્રોજેક્ટ પાછળનો હેતુ સમજાવતા નવ વાયરલેસ ટેક્નોલોજીસ પ્રાઈવેટ લિમિટેડના સીટીઓ શ્રી હાર્દિક સોનીએ જણાવ્યું હતું કે ભારતના સૌથી ઊંચાઈવાળા ક્ષેત્ર એવા લદાખમાં આવેલા શિક્ષણ સંસ્થાનમાં લાઈફાઈ આધારિત નેટવર્ક સ્થાપ્યાનો અમને ગર્વ છે. સંસ્થાના સત્તાવાળાઓ દ્વારા અમારો સંપર્ક સાધવામાં આવ્યો હતો. Elaborating on the motive behind the project, Mr. Hardik Soni, CTO of Nav Wireless Technologies Pvt Ltd said “We are proud to bring the LiFi technology at India’s highest altitude educational institute.

અને ઝડપી, સુરક્ષિત અને કિફયતી દરે ઈન્ટરનેટ સેવાઓ મેળવવાના અમારા નવીનતમ વિચારથી તેઓ ખૂબ જ પ્રભાવિત થયા હતા. સન્માનનીય સંશોધક શ્રી સોનમ વાંગચૂકના નેતૃત્વ હેઠળ અમે સમગ્ર લદાખને આવરી લઈને લાઈફાઈ ટેક્નોલોજીની મદદથી દૂરદૂરના વિસ્તારોને કનેક્ટિવિટી પૂરી પાડીશું.

સ્ટુડન્ટ્સ એજ્યુકેશનલ એન્ડ કલ્ચરલ મુવમેન્ટ ઓફ લદાખ (SECMOL) ની સ્થાપના 1988માં લદ્દાખી કોલેજના વિદ્યાર્થીઓના જૂથ દ્વારા કરવામાં આવી હતી જેમને લાગ્યું હતું કે શિક્ષણ વ્યવસ્થામાં મોટા ફેરફારની જરૂર છે. ઘણા વર્ષો સુધી, સેકમોલે સરકારી શાળા વ્યવસ્થામાં સુધારાનું કામ કર્યું. તે જ સમયે, સેકમોલ કેમ્પસ એક ઇકો-વિલેજમાં વિકસ્યું જ્યાં વિદ્યાર્થીઓ, સ્ટાફ અને સ્વયંસેવકો સાથે રહે છે, કામ કરે છે અને સાથે શીખે છે.

તે પરંપરાગત શાળા નથી, પરંતુ વ્યવહારુ, પર્યાવરણીય, સામાજિક અને પરંપરાગત જ્ઞાન, મૂલ્યો અને કુશળતાને અનુસરવાનું સ્થળ છે. કેમ્પસ સૌર ઊર્જા અને સૌર હીટરથી સંચાલિત છે; વિદ્યાર્થીઓ આધુનિક શૈક્ષણિક જ્ઞાન સાથે પ્રાચીન લદાખી ગીતો, નૃત્ય અને ઇતિહાસ શીખે છે અને મુખ્યત્વે કેમ્પસનું સંચાલન, સંચાલન અને જાળવણી કરે છે.

લાઇફાઇ ટેકનોલોજી વિષે સમજીએ

લાઇફાઇનો મતલબ આઉટડોર અને ઇનડોર એનવાયર્નમેન્ટમાં ખુલ્લી જગ્યામાં લાઇટ બીમ સ્પેક્ટ્રમ સાથે ડેટા ટ્રાન્સમીશન. લાઇફાઇ સિસ્ટમ અલ્ટ્રા-ફાસ્ટ કનેક્શન્સ પ્રદાન કરે છે અને મુખ્યત્વે શહેરી વિસ્તારોમાં ઉપયોગી છે કે જ્યાં રેડિયો સ્પેક્ટ્રા ગીચ હોય છે. તે ગ્રામીણ વિસ્તારોમાં પણ ઉપયોગી છે, જ્યાં ફાઇબર ઓપ્ટિક કેબલ્સ અથવા નેટવર્કની પહોંચ હોતી નથી.

અત્યાર સુધીમાં ભારતમાં માત્ર મોટી અને પર્યાપ્ત ભંડોળ ધરાવતી સંસ્થાઓ જેમકે નવ વાયરલેસ ટેક્નોલોજીસ પ્રાઇવેટ લિમિટેડ જ લાઇફાઇ – વાયરલેસ ઓપ્ટિકલ કમ્યુનિકેશન ટેક્નોલોજી વિકસાવવા માટે સક્ષમ બની છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.