Western Times News

Gujarati News

ગાંધીનગર અને પૂણેમાં “વી” 5જી ટ્રાયલ નેટવર્કમાં 1.5 GBPSની ડાઉનલોડ સ્પીડ રેકોર્ડ કરી

વીએ એના 5જી પરીક્ષણોમાં સૌથી વધુ 5જી સ્પીડ હાંસલ કરી

મુંબઈ, અગ્રણી ટેલીકોમ ઓપરેટર વોડાફોન આઇડિયા લિમિટેડ (વીઆઇજી)એ એના ટેકનોલોજી વિક્રેતાઓ સાથે પૂણે (મહારાષ્ટ્ર) અને ગાંધીનગર (ગુજરાત)માં સરકારે ફાળવેલા 5જી સ્પેક્ટ્રમ પર પરીક્ષણો હાથ ધર્યા છે.

પૂણે શહેરમાં વીએ એના 5જી પરીક્ષણ અદ્યતન ટ્રાન્સપોર્ટ એન્ડ રેડિયો એક્સેસ નેટવર્ક ક્લાઉડ કોરના એન્ડ-ટૂ-એન્ડ કેપ્ટિવ નેટવર્કની સ્થાપિત પ્રયોગશાળામાં કર્યું હતું. આ પરીક્ષણમાં વીએ mmવેવ સ્પેક્ટ્રમ બેન્ડ પર અતિ લો લેટન્સી સાથે 3.7 જીબીપીએસની પીક સ્પીડ હાંસલ કરી છે. આ સ્પીડ 5જી નોન-સ્ટેન્ડએલોન નેટવર્ક માળખામાં અદ્યતન ઉપકરણ અને એનઆર રેડિયોઝનો ઉપયોગ કરીને હાંસલ થઈ હતી.

વીને 5જી નેટવર્કના પરીક્ષણ માટે પરંપરાગત 3.5 ગીગાહર્ટ્ઝ સ્પેક્ટ્રમના બેન્ડ સાથે ટેલીકોમ વિભાગે 26 ગીગાહર્ટ્ઝ જેવા mmવેવ હાઈ હાઇ બેન્ડની ફાળવણી કરી છે. mmવેવ 5જી માટે ટૂંકામાં ટૂંકા અંતર પર બહોળા સ્પેક્ટ્રમ અને ક્ષમતા પ્રદાન કરે છે, જે નીચી લેન્ટસી આપે છે.

વીએ ગાંધીનગર અને પૂણે શહેરમાં એના ઓઇએમ પાર્ટનર્સ સાથે 3.5 ગીગાહર્ટ્ઝ બેન્ડ 5જી ટ્રાયલ નેટવર્કમાં 1.5 જીબીપીએસ સુધીની પીક ડાઉનલોડ સ્પીડ પણ હાંસલ કરી છે.

અત્યારે સુધીના પરીક્ષણની કામગીરી પર વોડાફોન આઇડિયા લિમિટેડના સીટીઓ જગ્બિર સિંઘે કહ્યું હતું કે, “અમને સરકારે ફાળવેલા 5જી સ્પેક્ટ્રમ બેન્ડ પર 5જી પરીક્ષણોના પ્રાથમિક તબક્કાઓમાં સ્પીડ અને લેટન્સી પરિણામો હાંસલ કરવાની ખુશી છે.

અખિલ ભારતીય સ્તરે મજબૂત 4જી નેટવર્ક, સૌથી ઝડપી 4જી સ્પીડ અને 5જી માટે તૈયાર નેટવર્ક ધરાવી અમે હવે ભવિષ્યમાં ભારતમાં ઉદ્યોગસાહસો અને ઉપભોક્તાઓ માટે ખરાં અર્થમાં ડિજિટલ અનુભવ પ્રદાન કરવા સક્ષમ બનવા અદ્યતન 5જી ટેકનોલોજીનું પરીક્ષણ કર્યું છે.”

5જીની મુખ્ય ખાસિયતો છે – ઊંચી સ્પીડ અને લો લેટન્સી, જે સંવર્ધિત સર્વેલન્સ અને વીડિયો સ્ટ્રીમ/પ્રસારણ; ઓનલાઇન ગેમિંગના શ્રેષ્ઠ અનુભવ માટે એઆર/વીઆર જેવી ઘણી ક્ષમતાઓ ધરાવે છે તથા 5જી સ્માર્ટ ફેક્ટરીના પરિવર્તન માટે સક્ષમ બનાવશે. ઇન્ડસ્ટ્રી 4.0 અને 5જી સ્માર્ટ સિટી 5જીની કામગીરીને આગળ વધારવામાં મદદરૂપ થશે અને દેશમાં ટેકનોલોજી સંવર્ધનના નવા યુગમાં લઈ જશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.