Western Times News

Gujarati News

યુવતીએ પૈસાની લાલચમાં HIVની બીમારી છુપાવી

અમદાવાદ, એચઆઈવીની બીમારી અને અગાઉના બે લગ્ન છુપાવીને યુવક સાથે લગ્ન કરનારી યુવતીની રેગ્યુલર જામીન અરજી સેશન્સ કોર્ટે ફગાવી હતી. વાત એમ છે કે, યુવતીએ પૈસાની લાલચમાં યુવકને આ બાબતથી અંધારામાં રાખ્યો હતો અને લગ્નના થોડા જ દિવસ બાદ તે પલાયન થઈ ગઈ હતી.

ભોગ બનનાર યુવકે આ મામલે ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં યુવતી તેમજ તેની સાથે જાેડાયેલા અન્ય લોકો સામે ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસે એચઆઈવી ગ્રસ્ત યુવતી સહિતના આરોપીઓની ધરપકડ કરી હતી. કેસમાં એચઆઈવીગ્રસ્ત યુવતીએ રેગ્યુલર જામીન અરજી કરી હતી. તેણે તેવી રજૂઆત કરી હતી કે ‘હું નિર્દોષ છું અને ખોટી રીતે મારી સંડોવણી કરવામાં આવી છે.

હું એચઆઈવીની બીમારીથી પીડાઉ છું. કોર્ટ પાસે જામીન આપવાની સત્તા છે અને કોર્ટ જામીન આપે તો તમામ શરતોનું પાલન કરવા માટે તૈયાર છું. તેથી, કોર્ટે મને જામીન પર મુક્ત કરવી જાેઈએ. અરજીનો વિરોધ કરતા મુખ્ય સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટે એવી દલીલ કરી હતી કે, દોઢ મહિના પહેલા લક્ષ્મી સિંધી નામની મહિલાએ ફરિયાદી (ભોગ બનનાર યુવક)ના પિતાને જણાવ્યું હતું કે, રેખા (નામ બદલ્યું છે) ગરીબ ઘરની અને સંસ્કારી દીકરી છે.

બાદમાં યુવતીનું ઘર જાેવા લઈ જઈએ તેમ કહીને દાસ્તાન સર્કલ નજીક ફ્લેટમાં તેમને ગઈ ગયા હતા, જ્યાં યુવક-યુવતી વચ્ચે વાતચીત થતાં એકબીજાને પસંદ આવી ગયા હતા અને લગ્ન માટે હા પાડી હતી.

૧૪ મેના રોજ ગોમતીપુરામાં એક વકીલની ઓફિસમાં બંને પક્ષને બોલાવ્યા હતા, જ્યાં લગ્ન કરવામાં આવ્યા હતા. યુવતીની ભાભીએ લલિતા નામની મહિલાને અઢી લાખ જ્યારે લક્ષ્મી નામની મહિલાને ૫૦ હજાર ટ્રાન્સફર કર્યા હતા. લગ્ન બાદ યુવતી યુવકના માણસા સ્થિત ઘરે આવી હતી અને આઠ દિવસ રોકાઈ હતી.

બાદમાં માતાજીનું નિવેદન કરવાનું કહીને ત્યાંથી જતી રહી હતી અને પાછી આવી નહોતી. યુવતીએ પોતે એચઆઈવી ગ્રસ્ત અને બે વાર લગ્ન કર્યા હોવાનું પણ છુપાવ્યું હતું. સેશન્સ કોર્ટે પણ જામીન અરજી ફગાવતા કહ્યું હતું કે, આ ગંભીર પ્રકારનો ગુનો છે અને આરોપીઓ સામે તપાસ યથાવત્‌ છે જ્યારે તેને જામીન પર મુક્ત કરી શકાય નહીં.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.