Western Times News

Gujarati News

સ્પેનમાં ૫૦ વર્ષ બાદ ફાટ્યો ખતરનાક જ્વાળામુખી,૧૦ હજાર લોકો શિફ્ટ કરાયા

નવીદિલ્હી, સ્પેનમાં ૫૦ વર્ષ બાદ લા-પાલ્મા મહાદ્વીપનો સૌથી ખતરનાક જ્વાળામુખી ફાટ્યો છે. આજૂબાજૂના વિસ્તારમાં ઝડપથી આ લાવા ઘરોના ઘર નષ્ટ કરી રહ્યો છે. જ્વાળામુખી ફાટ્યા બાદ ખતરાને જાેતા ૧૦ હજારથી વધારે પરિવારોને તાત્કાલિક સુરક્ષિત જગ્યાએ શિફ્ટ કરવામાં આવ્યા છે. કેટલાય જાનવરોને પણ અન્ય જગ્યાએ શિફ્ટ કરાયા છે. આ અગાઉ કુંબરે વિએજ પર્વત શ્રૃંખલામાં આ જ્વાળામુખી ૧૯૭૧માં ફાટ્યો હતો.

એટલાન્ટિક મહાસાગરમાં સ્પેનિશ ટાપુ લા પાલ્મામાં જ્વાળામુખી ફાટવાથી તૂટક તૂટક ભૂકંપના આંચકા આવ્યા છે. અમેરિકાથી કેનેડા સુધી સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે. ૮૫,૦૦૦ ની વસ્તી સાથે લા પાલ્મા, આફ્રિકાના પશ્ચિમ કિનારે સ્પેનના કેનેરી ટાપુઓમાં આઠ જ્વાળામુખી ટાપુઓમાંથી એક છે.

લા પાલ્માના પ્રમુખ મારિઆનો હર્નાનાન્દેહે જણાવ્યું હતું કે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ લાવાના પ્રવાહથી દરિયાકિનારે વસ્તીવાળા વિસ્તારોની ચિંતા વધી છે. સ્પેનની નેશનલ જીઓલોજી ઇન્સ્ટિટ્યૂટના વડા ઇટાહિજા ડોમિંગ્યુઝે જણાવ્યું હતું કે જ્વાળામુખી ફાટવાની પ્રક્રિયા કેટલો સમય ચાલશે તે કહેવું મુશ્કેલ છે, પરંતુ છેલ્લી વખત તે ત્રણ અઠવાડિયા સુધી હતી.

સ્પેનના વડાપ્રધાન પ્રાડો સાન્ચેઝે પુષ્ટિ કરી કે લા પાલ્મા ટાપુ પર જ્વાળામુખી ફાટવાથી માનવ જીવન માટે કોઈ ખતરો નથી. સાન્ચેઝે કહ્યું, “અમે લા પાલ્માના નાગરિકોને સમજાવવું પડશે કે તેમની સલામતીની ખાતરી છે.

અમે એક સપ્તાહથી વિસ્ફોટના કિસ્સામાં કેવી રીતે કાર્ય કરવું તે અંગે કામ કરી રહ્યા છીએ. સિવિલ ગાર્ડ, પોલીસ, ફાયર બ્રિગેડ, રેડ ક્રોસ અને સ્પેનિશ તમામ ઇમરજન્સી સૈન્યના પ્રતિભાવ એકમો ટાપુ પર તૈનાત કરવામાં આવ્યા છે. “ લા પાલ્માનો સપાટી વિસ્તાર ૭૦૦ કિમીથી વધુ છે અને આશરે ૮૫,૦૦૦ લોકોની વસ્તી છે.

રેકોર્ડ શરૂ થયો ત્યારથી આ પ્રદેશમાં સાત વિસ્ફોટ થયા છે. છેલ્લા બે વિસ્ફોટો ૧૯૪૯ અને ૧૯૭૧ માં થયા હતા, બાદમાં ૧૦ દિવસ સુધી ચાલ્યા હતા.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.