Western Times News

Gujarati News

વિરાટ કોહલી માત્ર કૅપ્ટનશીપ નહી ટી ૨૦ ક્રિકેટને પણ છોડી શકે છે

મુંબઇ, કોહલીએ ગયા અઠવાડીયે વર્કલોડ છે તેમ કહીને ટી ૨૦ વર્લ્‌ડ કપ બાદ ભારતીય ટી૨૦ ટીમની કપ્તાની છોડવાનું એલાન કર્યું છે. તે બાદ કોહલીએ આઇપીએલ ૨૦૨૧ બાદ ઇઝ્રમ્ની કપ્તાની પણ છોડવાનું એલાન કર્યું છે. ભારતની કપ્તાની કરતાં કોહલી એક પણ આઇસીસી ટ્રોફી અપાવી શક્યો નથી. સાથે જ આરસીબીને પણ એક પણ વાર ચેમ્પિયન બનાવી શક્યો નથી. વન ડેમાં તેણે જબરદસ્ત પફોર્મન્સ આપ્યુ છે પરંતુ ટી૨૦માં તેનું પ્રદર્શન ખરાબ થઇ ગયું છે.

કોહલી ગયા બે વર્ષમાં સારી ઇનીંગ રમવા તરસી રહ્યો છે. ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ૭૦ શતક મારી ચૂકેલ કોહલી નવેમ્બર ૨૦૧૯ બાદ સેન્ચ્યુરી મારી શક્યો નથી. બેટિંગ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે વિરાટે ટી૨૦ ફોર્મેટમાં કપ્તાની છોડવાની ઘોષણા કરી છે. કોહલી ૫ નવેમ્બરે ૩૩ વર્ષનો થઇ ગયો છે. હજુ પણ તે ૪-૫ વર્ષ ક્રિકેટ રમી શકે છે.

ક્રિકેટમાં જાેવામાં આવ્યું છે કે લાંબુ કરિયર બનાવવા માટે બેટ્‌સમેન એક ફોર્મને છોડી દે છે. સચિન તેંદૂલકર, રાહુલ દ્રવિડ, વીવીએસ લક્ષ્મણ, અનિલ કુંબલે જેવા દિગ્ગજ ખેલાડીઓ પણ પોતાના કરિયરના છેલ્લા દિવસોમાં માત્ર ટેસ્ટ ક્રિકેટ જ રમતાં હતા. કોહલી પણ એક ફોર્મેટને છોડી શકે છે.

ટી૨૦ ટીમની કપ્તાની છોડ્યા બાદ વિરાટ ટી૨૦માં નહી રમે તેવું લાગી રહ્યું છે. ભારતીય ટીમ ટી ૨૦ વર્લ્‌ડ કપ બાદ શરૂ થનારી ઘરેલૂ સિઝનમાં ૧૪ ટી૨૦, ૪ ટેસ્ટ, ૩ વન ડે રમાશે. આવતા વર્ષે પણ ટી ૨૦ વર્લ્‌ડ કપ રમાશે પરંતુ માનવામાં આવે છે કે કોહલી ટી૨૦ મૅચમાંથી હટી શકે છે. છેલ્લા ૪ વર્ષમાં ટી૨૦ ઇન્ટરનેશન ક્રિકેટમાંથી ઘણી વાર બ્રેક લઇ ચૂક્યો છે.

વિરાટ આ પહેલા પણ ટીમ ઇન્ડિયાના બિઝી શેડ્યુલ અને વર્કલોડ મેનેજમેન્ટ પર સવાલ ઉછાવી ચૂક્યો છે. આ દિવસોમાં મેદાનમાં ઉતરતી વખતે બાયો બબલમાં રહેવું જરૂરી છે. આનો પ્રભાવ પણ ખેલાડીઓના માનસિક સ્વાસ્થ્ય પર અસર નાંખી રહી છે. હવે વિરાટ પાસે તક છે કે તે ટી૨૦ ઇન્ટરનેશનલથી અલગ થઇને પોતાનો વર્કલોડ ઓછો કરી શકે છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.