Western Times News

Gujarati News

ઓક્સમાં ભારત-જાપાનને સામેલ કરવા યુએસનો ઈન્કાર

વૉશિંગ્ટન, અમેરિકાએ તાજેતરમાં જ હિંદ-પ્રશાંતની સુરક્ષા માટે ઓસ્ટ્રેલિયા તથા બ્રિટનની સાથે મળીને બનાવેલા ત્રિપક્ષીય ગઠબંધન (ઑક્સ) માં ભારત અથવા જાપાનને સામેલ કરવાની સંભાવના ફગાવી દીધી છે.

વ્હાઈટ હાઉસની પ્રેસ સચિવ જેન સાકીએ કહ્યુ કે ગયા અઠવાડિયે ઑક્સની જાહેરાત માત્ર સાંકેતિક નથી અને મને લાગે છે કે રાષ્ટ્રપતિ જાે બાઈડને પણ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનને એ સંદેશ આપ્યો છે કે હિંદ-પ્રશાંતની સુરક્ષા માટે બનાવાયેલા ગઠબંધનમાં કોઈ અન્ય દેશને સામેલ કરવામાં આવશે નહીં.

અમેરિકા, બ્રિટન અને ઑસ્ટ્રેલિયાએ હિંદ-પ્રશાંતમાં ચીનના વધતા પ્રભાવ વચ્ચે રણનીતિક રીતે મહત્વપૂર્ણ આ ક્ષેત્ર માટે નવા ત્રિપક્ષીય સુરક્ષા ગઠબંધનની ૧૫ સપ્ટેમ્બરે જાહેરાત કરી હતી જેથી તેઓ પોતાના ભાગીદારી હિતની રક્ષા કરી શકે અને પરમાણુ ઉર્જાથી સંચાલિત સબમરીન પ્રાપ્ત કરવામાં ઓસ્ટ્રેલિયાની મદદ કરવા સહિત રક્ષા ક્ષમતાઓને શ્રેષ્ઠ રીતે શેર કરી શકે.

આ કરારના કારણે તેમણે ફ્રાન્સની સાથે કરાર રદ કરી દીધા છે. ફ્રાંસે ગઠબંધનમાં તેમને સામેલ ના કરવાની ટીકા કરી હતી અને કહ્યુ કે જ્યારે હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં સામાન્ય પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે તો આ સુસંગતતાની અછતને દર્શાવે છે. સાકીએ કહ્યુ કે, આ ક્ષેત્રમાં પ્રત્યક્ષ રૂચિ રાખનારા ફ્રાંસ સહિત કેટલાક દેશની સાથે વાતચીત માટે એક મહત્વપૂર્ણ વિષય છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.