Western Times News

Gujarati News

GMC દ્વારા મુખ્યમંત્રીના હસ્તે યશસ્વી પત્રકારોને એવોર્ડ એનાયત

ગુજરાત મીડિયા ક્લબના ૧૪મા સ્થાપના દિનની ઉજવણી પ્રસંગે મુખ્યમંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતિ

  • પત્રકારોની કલમમાં તાકાત હોય છે
  • મીડિયાએ રાષ્ટ્રની ચોથી જાગીર છે
  • આજના જમાનામાં સમાચાર પત્રોનું મહત્વ યથાવત છે -: મુખ્યમંત્રીશ્રી:-

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે, પત્રકારિતા એ રાષ્ટ્રની ચોથી જાગીર છે. સમાજના નિર્માણમાં મિડિયાની જવાબદારી મોટીછે. પત્રકારોની કલમમાં તાકાત હોય છે,પત્રકારનાતંત્રીલેખ કટાર લેખ ભલભલી સરકારને જગાડે છે. એમ તેમણે ઉમેર્યુ હતું.

મુખ્યમંત્રીશ્રીગુજરાત મીડિયા ક્લબના (જી.એમ.સી) એવોર્ડ વિતરણ સમારોહ અને ૧૪ માં સ્થાપના દિનની ઉજવણી નિમીત્તે સંબોધન કરી રહ્યા હતા.   વિવિધ શ્રેણીમાં એવોર્ડ પ્રાપ્ત કરનાર પત્રકારોને બિરદાવતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, ઇલેક્ટ્રોનિક અને સોશિયલ મીડિયાનાં જમાનામાં આજે પણ સમાચાર પત્રનું મહત્વ યથાવત છે.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યુ કે, પત્રકાર સમાજના સુવ્યવસ્થિત નિર્માણમાં અને સમાજના સુખ-દુ:ખમાં ભાગીદાર બની જન-અવાજ બને એ વાંછનીય છે. શ્રી વિજયભાઈ રૂપાણીએ સાતત્યપૂર્ણ રીતે પત્રકારોમાં કેપેસીટી બીલ્ડીંગ માટેના જી.એમ.સી.ના પ્રયાસોને બિરદાવ્યા હતા.

ગુજરાત મીડિયા ક્લબના (જી.એમ.સી) પ્રમુખશ્રી નિર્ણય કપૂરે જણાવ્યું હતું કે, ગુજરાતી પત્રકારીતાના ક્ષેત્રે અનેક પત્રકારોનું આગવું યોગદાન રહ્યું છે. તેઓના આ કાર્યનુ દસ્તાવેજીકરણ સતત થતું રહે તે સમયની માંગ છે. પત્રકારીતા ક્ષેત્રના તકનીકી પડકારોને પહોંચી વળવા માટે પત્રકારોને વ્યવસાયીક કૌશલ્યો હસ્તગત કરવા અપીલ કરી હતી.

આ પ્રસંગે જી.એમ. સી. દ્વારા પ્રિન્ટન્યૂઝ રિપોર્ટ ઓફ ધી યર, ફોટોગ્રાફ ઓફ ધી યર અને ઓનલાઈન સ્ટોરી ઓફ ધી યર સહિતની વિવિધ શ્રેણીઓમાં એવોર્ડ જાહેર થયા હતા.

વિજેતા પત્રકારોને મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે એવોર્ડ આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રીશ્રી પ્રદીપસિંહજી જાડેજા, ભાજપ પ્રદેશ પ્રમુખ શ્રી જીતુભાઈ વાઘાણી,  જી.એમ.સી.ના ઉપપ્રમુખ શ્રી ઋતમ વોરા,એવોર્ડના જ્યુરી મેમ્બર, સમારોહ સ્પોન્સર ઓ.એન.જી.સી.ના શ્રી દેવાશિષ બાસુ,ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિશ્રી હિમાંશુ પંડ્યા, નિવૃત મુખ્ય સચિવશ્રી પી. કે. લહેરી,રાજ્યના વરિષ્ઠ પત્રકારો અને મિડીયા જગત સાથે સંકળાયેલા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.