Western Times News

Gujarati News

નવરંગપુરામાં વકીલે લેબર કોર્ટનાં નામે વેપારી પાસેથી ૨.૮૭ લાખ રૂપિયા પડાવ્યા

દર મહિને ESICનું કોન્ટ્રીબ્યુશન ચૂકવવું પડશે તેમ કહીને દર મહિને નવ હજાર રૂપિયા પડાવવાનું ચાલુ કર્યુ હતું.

(પ્રતિનિધિ)અમદાવાદ, લો ગાર્ડન નજીક ભારત ગેસ એજન્સીનાં માલીક ઉપર ઈએસઆઈસીનાં કેસ થતાં તેમણે વકીલ રોક્યો હતો. જેણે વેપારીને કંઈ ખબર ન પડતાં લેબર કોર્ટમાં કેસ ચાલતો હોવાથી દર મહિને ઈએસઆઈસીનું કોન્ટ્રીબ્યુશન ચૂકવવાનાં નામે પોણા ત્રણ લાખ રૂપિયા ઉસેડી લીધા હતા.

બાદમાં વેપારીએ અન્ય વકીલ પાસે તપાસ કરતાં તેમનાં વકીલે છેતરપિંડી કરીને રૂપિયા પડાવ્યાની જાણ થઈ હતી. વકીલની ઠગાઈનો ભોગ બનનાર આલાપભાઈ પરીખ (રહે.મહાલક્ષ્મી ચાર રસ્તા) લો ગાર્ડન નજીક ભારત ગેસની એજન્સી ધરાવે છે.

તેમણે કોર્ટનાં કામકાજ માટે વાર્ષિક રૂપિયા ૧.૫૦ લાખનાં હિસાબે વિશાલ ઈન્દ્રવદન જાેષી (ગુજરાત હાઉસીંગ બોર્ડ, બાપુનગર)ની નિમણૂંક કરી હતી. આલાપભાઈને વર્ષ ૨૦૧૭માં ઈએસઆઈસીના કેસ થતાં લેબર કોર્ટમાં તેની કાર્યવાહી ચાલતી હતી. ત્યારે વિશાલભાઈએ કેસ ચાલુ છે.

જેથી જાન્યુઆરી ૨૦૨૦થી દર મહિને ઈએસઆઈસીનું કોન્ટ્રીબ્યુશન ચૂકવવું પડશે તેમ કહીને દર મહિને નવ હજાર રૂપિયા પડાવવાનું ચાલુ કર્યુ હતું. ઓગસ્ટ ૨૦૨૧ સુધીમાં ૨.૮૭ લાખની રકમ પડાવી લીધી હતી. દરમિયાન આલાપભાઈએ પોતાનાં મેનેજરને હજુ કેટલાં રૂપિયા આપવાં પડશે તેવી અન્ય વકીલ પાસે તપાસ કરવાનું કહ્યું હતું.

મેનેજર વકીલને મળતા તેમણે આવી કોી રકમ ચૂકવવાની હોતી નથી તેમ કહેતાં આલાપભાઈએ તેમનાં વકીલ વિશાલ વિરૂદ્ધ ૨.૮૭ લાખ ઉપરાંત અન્ય રકમો સહિત કુલ ૫.૧૫ લાખ રૂપિયાની છેતરપિંડીની ફરીયાદ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.