Western Times News

Gujarati News

હવેથી થિયેટરમાં ફિલ્મ જાેવા વેક્સીનેશન સર્ટીફીકેટ જરૂરી

અમદાવાદ, રાજ્યમાં હજુ પણ કોરોનાની ત્રીજી લહેર આવવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા વેક્સીનેશન પણ વધુ ઝડપી કરવામાં આવ્યુ છે.

આ ઉપરાંત લોકોને પણ વેક્સીન લેવા માટે અપીલ કરવામાં આવી રહી છે. અમદાવાદમાં હોટેલ અને રેસ્ટોરન્ટ બાદ થ્રિયેટરમાં પણ વેક્સીન વગર લોકોને પ્રવેશ આપવામાં આવશે નહીં. જે લોકો મૂવી જાેવા ઈચ્છા હોય તેમને વેક્સીનેશન સર્ટીફીકેટ પોતાની સાથે રાખવાનું રહેશે. આ પ્રકારની સુચના થ્રિયેટરની બહાર લગાવી દેવામાં આવી છે.

અમદાવાદ મહાનગરપાલિકાના અધિકારીઓએ થ્રિયેટરમાં તપાસ કરતા ૫૩૦ પ્રેક્ષકોમાંથી ૩૪ પ્રેક્ષકો એવા મળ્યા હતા કે તેમને વેક્સીન લીધી નથી.

હવે થ્રિયેટરના માલીકો પણ સજાગ બન્યા છે. તેથી તેમના પ્રેક્ષકોને પણ અપીલ કરી છે કે મૂવી જાેવા માટે લોકો આવે તેમને વેક્સીનેશન સર્ટીફીકેટ તેમની પાસે રાખવાનું રહેશે. જાે અમદાવાદ મહાગરપાલિકાના અધિકારીઓ ચેકિંગ કરવા માટે અને વેક્સીન લીધી ન હોય તેવા લોકો પર દંડની કાર્યવાહી કરે તો તેની જવાબદાર થ્રિયેટર માલિકોની રહેશે નહીં.

અમદાવાદમાં વેક્સીનેશનને લઈને અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા મહત્ત્વનો ર્નિણય લેવામાં આવ્યો છે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. જે લોકોએ વેક્સીન નહીં લીધી હોય તેમને ફરવા લાયક સ્થળો ઉપરાંત એએમટીએસ અને બીઆરટીએસ બસમાં મુસાફરી કરવા દેવામાં આવશે નહીં.

આ બાબતે અધિકારીઓ દ્વારા અલગ-અલગ જગ્યા પર તપાસ પણ હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદમાં હવે જાે તમે વેક્સીન નહીં લીધી હોય તો તમે હોટેલ અને રેસ્ટોરાંમાં જમી પણ શકશો નહીં.

આ ઉપરાંત અમદાવાદમાં વેક્સીન લીધી હોય તેમને જ સરકારી કચેરી અને ફરવા લાયક સ્થળો પર પ્રવેશ આપવામાં આવે છે. અમદાવાદ મહાનગરપાલિકાના આ ર્નિણયના કારણે બીઆરટીએસ અને એએમટીએસ બસોમાં મુસાફરોની સંખ્યામાં ઘટાડો થયો છે. મુસાફરોની સંખ્યા ઘટતા આવકમાં પણ ઘટાડો થયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.