Western Times News

Gujarati News

ફરી એકવાર ક્વાડના રૂપમાં એકસાથે મળીને માનવતાના હિતમાં એકઠા થયા છીએ: મોદી

વોશિગ્ટન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવાસે છે. અમેરિકન રાષ્ટ્રપતિ જાે બાઇડન સાથે દ્વિપક્ષીય બેઠક બાદ પીએમ મોદી ક્વાડ શિખર સંમેલનમાં સામેલ થયા. આ બેઠક ઘણી દ્વષ્ટિએ મહત્વપૂર્ણ છે. આ દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે દુનિયા કોરોના સંકટનો સામનો કરી રહી છે. આપણે અહીં કોરાનાકાળમાં માનવતા માટે એકજુથ થયા છીએ. સાથે જ તેમણે કહ્યું કે આપણો સહયોગ ઇંડો-પેસેફિકમાં શાંતિ સુનિશ્વિત કરવાનો છે.

વોશિગ્ટન ડીસીમાં ક્વાડ લીડર્સ સમિટમાં ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, અમેરિકાના રાષ્ટ્રપતિ જાે બાઇડન, જાપાનના વડાપ્રધનમંત્રી યોશીહિદે સુગા અને ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સ્કોટ મોરિસને ભાગ લીધો.

આ દરમિયાન પીએમ મોદીએ પ્રથમ ફિજિકલ ક્વાડ સમિટની ઐતિહાસિક પહેલ માટે રાષ્ટ્રપતિ જાે બાઇડેનનો આભાર વ્યક્ત કર્યો. તેમણે કહ્યું કે આપણે ૨૦૦૪ની સુનામી બાદ ઇંડો-પેસેફિક ક્ષેત્રમાં મદદ માટે એક સાથે આવ્યા હતા. આજે જ્યારે વિશ્વ કોવિડ મહામારીનો સામનો કરી રહ્યું છે. તો આપણે ફરી એકવાર ક્વાડના રૂપમાં એકસાથે મળીને માનવતાના હિતમાં એકઠા થયા છીએ.

ક્વાડ લીડર્સ સમિટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહુયં કે આપણી ક્વાડ વેક્સીન ઇનિશિએટિવ ઇંડો-પેસેફિક દેશોની મોટી મદદ કરશે. પોતાના ભાગીદારી લોકતાંત્રિક મૂલ્યોના આધાર પર ક્વાડએ પોઝિટિવ વિચાર, પોઝિટિવ એપ્રોચ સાથે આગળ વધવાનો ર્નિણય લીધો છે.

સપ્લાઇ ચેન હોય અથવા વૈશ્વિક સુરક્ષા, ક્લાઇમેટ એક્શન હોય અથવા કોવિડ રિસ્પોન્સ અથવા ટેક્નોલોજીમાં સહયોગ આ તમામ વિષયો પર મને પોતાના સાથીઓ સાથે ચર્ચા કરવામાં ખુશી થશે.

પીએમ મોદીએ કહ્યું કે વિશ્વ કોવિડ મહામારીનો સામનો કરી રહ્યું છે તો આપણે ફરી એકવાર ક્વાડના રૂપમાં એકસાથે મળીને માનવતાના હિતમાં એકઠા થયા છીએ. આપણું ક્વાડ એક તરફથી ફોર્સ ફોર ગ્લોબલ ગુડની ભૂમિકામાં કામ કરશે. તો બીજી તરફ યૂએસ રાષ્ટ્રપતિ જાે બાઇડને કહ્યું, વૈશ્વિક આપૂર્તિને પ્રોત્સાહન આપવા માટે ભારતમાં વેક્સીનના વધારાના એક બિલિયન ડોઝના ઉત્પાદનની અમારી પ્રથમ પહેલ ટ્રેક પર છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.