Western Times News

Gujarati News

વડોદરા રેપ કેસમાં પીડિતાની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પુછપરછ

વડોદરા, વડોદરા હાઈપ્રોફાઈલ રેપ કેસમાં આખરે ક્રાઈમ બ્રાન્ચે તપાસ સંભાળી લઈ પીડિતાની પુછપરછ શરૂ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર બંને આરોપી અશોક જૈન અને રાજુ ભટ્ટ પીડિતાને એટલી હદે માર માર્યો હતો કે, તેને હજી પણ બ્લીડિંગ થઈ રહ્યું છે. પૂછપરછ દરમિયાન પીડિતાની સાથે અગ્રણી મહિલા અને સામાજિક કાર્યકર શોભનાબેન રાવલ પણ પોલીસ સ્ટેશનમાં હાજર રહ્યા હતા.

પીડિતા વતી શોભનાબેને મીડિયાને જણાવ્યું કે, સીએ અશોક જૈને પહેલીવાર પીડિતાની કેફી પીણું પીવડાવતા તે અર્ધબેભાન થઈ હતી. ત્યારે રાજુ ભટ્ટની ત્યાં હાજરી હોવા છતાં અશોક જૈન તેને ઓળખતો નહીં હોવાનું કહી રહ્યો છે. રાજુ ભટ્ટના ગયા બાદ આરોપી અશોક જૈન પીડિતાના કપડાં કાઢી નાખતા પીડિતાએ પ્રતિકાર કર્યો હતો. જેથી અશોક જૈને માફી માગી હતી. જાે કે, ૪-૫ દિવસ પછી ફરીથી અશોક જૈન પીડિતાના ઘરે ગયો હતો અને તેણે યુવતી પર રેપ કર્યો હતો.

આ દરમિયાન અશોક જૈને પીડિતાની છાતીમાં મુક્કા માર્યા હતા અને પેઢુમાં લાત મારતા તેને ગંભીર ઈજાઓ થઈ હતી. જેથી પીડિતાને આજે પણ બ્લીડિંગ થઈ રહ્યું છે.

પીડિતાનું કાઉન્સેલિંગ કરનારના જણાવ્યા અનુસાર અશોક જૈને બળાત્કાર ગુજાર્યો તેના બીજા જ દિવસે રાજુ ભટ્ટ પણ પીડિતાના ઘરે ગયો હતો અને તેણે પણ એ જ રીતે યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું. એટલું જ નહીં, રાજુ ભટ્ટે તો પીડિતાની છાતી પર પગ મૂકીને લાતો મારી હતી.

ક્રાઈમ બ્રાન્ચે પીડિતાની ત્રણ કલાક પૂછપરછ કરી હતી જેમાં તેણીએ ઉપરોક્ત વિગતો કહી હતી અને આરોપીઓને ઝડપી પાડવા અને કડક કાર્યવાહી કરવાની માગ કરી છે. આ કેસમાં ક્રાઈમ બ્રાન્ચના એક અધિકારીના જણાવ્યા અનુસાર રાજુ ભટ્ટ અને અશોક જૈન અથવા બંનેમાંથી કોઈ એક દેશ છોડીને ભાગી ગયા હોવાની શંકા છે. આરોપીઓની શોધખોળમાં ૫ દિવસનો વિલંબ થતાં તેમને ભાગી જવામાં મદદ મળી હતી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.