Western Times News

Gujarati News

એકલી મમતા બેનર્જી સામે ભાજપના ૮૦ નેતા મેદાનમાં ઉતર્યા!

કોલકતા, બંગાળની ભવાનીપુર બેઠક પર ૩૦ સપ્ટેમ્બરે યોજાનારી પેટા ચૂંટણી માટે પ્રચાર સમાપ્ત થયો છે જાે કે, છેલ્લા દિવસે પણ ભાજપ અને ટીએમસી બંને પક્ષ કોઈ કસર છોડી ન હતી ભવાનીપુરની શેરીઓમાં ભાજપના ૮૦ નેતાઓ પ્રિયંકા તિબ્રેવાલના સમર્થનમાં ઉતર્યા હતાં જયારે ટીએમસીના ઘણા નેતાઓ પણ મમતા બેનર્જી માટે મત માંગી રહ્યા હતાં

ખરાબ હવામાનની સંભાવના હોવા છતાં બંને રાજકીય પક્ષોના કાર્યક્રમો ચાલુ રહ્યાં હતાં.

ટીએમસી અને ભાજપના નેતાઓના મતે ભવાનીપુરમાં ૨૦ ટકાથી વધુ વસ્તી મુસ્લિમ છે. બીજી તરફ શીખ અને બિન-બાંગ્લા ભાષી હિન્દુઓની સંખ્યા લગભગ ૩૪ ટકા છે. આ વિધાનસભા ક્ષેત્રમાં કુલ ૨ લાખ ૬ હજાર ૩૮૯ મતદારો છે. ભાજપના ૧૦ નેતાઓ આજે સોમવારે આ વિધાનસભા ક્ષેત્રના દરેક વોર્ડની મુલાકાત લીધી હતી .

ભાજપે તેના છેલ્લા દિવસના ચૂંટણી પ્રચારનો પ્રથમ તબક્કો સવારે ૮ વાગ્યે શરૂ કર્યો હતો પાર્ટીના ૮૦ નેતાઓ આખા દિવસમાં ૮૦ જગ્યાએ પહોચ્યા હતાં. બંગાળ ભાજપના વડા સુકાંતા મજુમદાર અને દિલીપ ઘોષ સવારે મતદારોને સંબોધિત કર્યા હતાં કરશે.

ભાજપ તરફથી ભાજપ પ્રમુખ જેપી નડ્ડાને વિપક્ષના નેતા શુભેન્દુ અધિકારી, કેન્દ્રીય શિક્ષણ રાજ્યમંત્રી સુભાષ સરકાર, રાહુલ સિંહા, સાંસદ અર્જુન સિંહ અને ભાજપ રાજ્ય મહિલા મોરચાના પ્રમુખ અગ્નિમિત્ર પોલ ચુંટણી પ્રચાર કર્યો હતો
જયારે ટીએમસી તરફથી મુખ્યમંત્રી મમતા બેનર્જી પોતે મૈદાનમાં છે.

આથી મમતા સિવાય અન્ય ઘણા વરિષ્ઠ નેતાઓ પણ તેમના સમર્થનમાં ચુંટણી પ્રચારમાં જાેડાયા હતાં પાર્ટીના મહાસચિવ અભિષેક બેનર્જીએ એક બેઠક દરમિયાન જણાવ્યું હતું કે, પાર્ટીનું લક્ષ્ય એ સુનિશ્ચિત કરવાનું છે કે મમતા બેનર્જી ઓછામાં ઓછા એક લાખ મતથી જીતે.

કોંગ્રેસે ભવાનીપુરથી પોતાનો ઉમેદવાર નથી ઉતર્યો. બીજી તરફ સીપીઆઇએમએ શ્રીજીબ બિસ્વાસને મેદાનમાં ઉતાર્યા છે. આ વર્ષે યોજાયેલી બંગાળની ચૂંટણીમાં શોભનદેબ ચટ્ટોપાધ્યાય આ બેઠક પરથી જીત્યા હતા પરંતુ બાદમાં મમતા બેનર્જી માટે બેઠક ખાલી કરી દીધી હતી. મમતા બેનર્જીને નંદીગ્રામમાં ભાજપના શુભેન્દુ અધિકારીએ હરાવ્યા હતા. તેથી જ હવે મમતા બેનર્જી ભવાનીપુરથી પેટા ચૂંટણી લડી રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.