Western Times News

Gujarati News

અબજોપતિ કુમાર મંગલમ બિરલાની પુત્રી શું કરે છે વાંચીને ચોંકી જશો

મુંબઈ, દેશના અબજાેપતિ બિઝનેસમેન કુમાર મંગલમ બિરલાની પુત્રી અન્યના બિરલાએ પોતાના માટે કોર્પોરેટ લાઇફ નહીં પરંતુ મનપસંદ કારકિર્દીની પસંદગી કરી છે. ગત રાત અનન્યા બિરલા એક મ્યૂઝિક ઇવેન્ટમાં જાેવા મળી હતી.

દેશના સૌથી ધનિક પરિવારોમાંથી એક બિરલા ગ્રુપની આ પુત્રી અનન્યા બિરલાએ ૨૭ વર્ષની ઉંમરમાં એ બધુ જ કરી બતાવ્યું, જે લોકો જીવનભર કરી શકતા નથી.

અનન્યા, આદિત્ય બિરલા ગ્રુપના ચેરમેન કુમાર મંગલમ બિરલાની પુત્રી છે અને બિરલા પરિવારની છઠ્ઠી પેઠી છે. અનન્યા બિરલા એક પ્રતિભાશાળી ગાયિકા છે અને દેશની પહેલી એવી કલાકાર છે જેના ઇગ્લિંશ સિંગલને પ્લેટિનમ સર્ટિફિકેટ મળ્યું છે.

અનન્યાના પાંચ સિંગલ્સને પ્લેટિનમ અને ડબલ પ્લેટિનમ સ્ટેટસ મળ્યું છે. પ્લેટિનમ સર્ટિફિકેટનો અર્થ છે કે કોઇ આલ્બમની ૧૦ લાખ કોપીનું વેચાણ અથવા કોઇ સિંગલની ૨૦ લાખ કોપી. નાનપણથી જ અનન્યા બિરલા મ્યૂઝિક તરફ વળેલી હતી અને ૧૧ વર્ષની ઉંમરમાં તેણે સંતૂર વગાડવાનું શીખ્યું હતું. અનન્યાએ ઓક્સફોર્ડ યુનિવર્સિટીથી ઇકોનોમિક્સ અને મેનેજમેન્ટ બેચલર ડિગ્રી મેળવી છે.

જાેકે તેણે પોતાની સ્ટડી પૂરી ના કરતાં વચ્ચેથી જ છોડી દીધી હતી. યુનિવર્સિટીમાં અભ્યાસ દરમિયાન જ અનન્યા બિરલા પબ્સ અને ક્લબમાં ગિટાર વગાડવા લાગી હતી. આ સાથે તે જાતે જ પોતાના મ્યુઝિક તૈયાર કરવા લાગી હતી.

પોતાના ડેબ્યૂ સિંગલ Livin the Life સોન્ગ જૂન ૨૦૧૭માં હિટ રહ્યું હતું અને વર્લ્‌ડવાઇડ Youtube પર ૧.૪૦ કરોડ વ્યૂઝ મળ્યા હતા. ૨૦૧૯માં એના સોન્ગ્સ મ્યૂઝિક ચાર્ટમાં ટોપ કરી રહ્યા હતા. ૨૦૨૦માં અનન્યા અમેરિકન મ્યૂઝિક મેનેજમેન્ટ ગ્રુપ Maverick સાથે જાેડાનારી પહેલી ઇન્ડિયન હતી જે પછી Let There Be Love અને Everybody’s Lost સોન્ગ રિલીઝ થયા હતા.

આ સાથે અનન્યા એ પહેલી ઇન્ડિયન આર્ટિસ્ટ બની ગઇ હતી જેનું નામ અમેરિકન નેશનલ ટોપ ૪૦ પોપ રેડિયો શો Sirius XM Hitsમાં સામેલ થઇ હોય. આ સિવાય અનન્યા બિરલાએ પોતાના અલગ-અલગ બિઝનેસ સ્ટાર્ટ કર્યા અને ગામડાઓની મહિલાઓ માટે સ્વતંત્ર માઇક્રોફિનની શરુઆત કરી હતી. અનન્યા Ikai Asaiની ફાઉન્ડર છે અને Mpower™ કો ફાઉન્ડર છે. પોતાના કામ માટે અનન્યા બિરલા અનેક એવોર્ડથી સન્માનિત થઇ ચૂકી છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.