Western Times News

Gujarati News

પાકિસ્તાન આ વિદેશી આતંકી સંગઠનોને આશ્રય આપી રહ્યું છેઃ અમેરિકન સંસ્થા

વોશિંગ્ટન, આતંકવાદ પર અમેરિકી કોંગ્રેસનો એક તાજેતરનો અહેવાલ ચોંકાવનારો છે. આમ તો આખી દુનિયા જાણે જ છે કે પાકિસ્તાન એ આંતકવાદીઓનું આશ્રયસ્થાન છે, પણ અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાન લશ્કર- એ- તૈયબા,જૈશે મોહમંદ જેવા ભારત વિરોધી આતંકવાદી સંગઠનો સહીત વિદેશી આતંકવાદી સંગઠનો તરીકે કામ કરતા ૧૨ સંગઠનોને આશરો આપી રહ્યું છે.

અમેરિકાની કોંગ્રેસનલ રિસર્ચ સર્વિસ (સીઆરએસ)ના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે અમેરિકાના અધિકારીઓએ પાકિસ્તાનને અનેક સશસ્ત્ર અને બિન-રાજ્ય આતંકવાદી સંગઠનો માટે સલામત સ્વર્ગ તરીકે ઓળખ કરી છે, જયાંથી તેઓ તેમની આતંકવાદી પ્રવૃતિઓ કરે છે. આમાનાં કેટલાંક આતંકવાદી સંગઠનો ૧૯૮૦થી અસ્તિત્વમાં છે.

ગયા અઠવાડિયે ક્વાડ સમિટની પૂર્વ સંધ્યાએ કોંગ્રેસની દ્રિપક્ષીસ સંશોધન પાંખ દ્રારા બહાર પાડવામાં આવેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાનથી કાર્યરત આ જૂથોને વ્યાપક રીતે ૫ કેટેગરીમાં વહેંચી શકાય છે. જેમાં વૈશ્વિક સ્તરના આંતકવાદી સંગઠન, અફઘાન કેન્દ્રીત, ભારત-કશ્મીર કેન્દ્રીત, સ્થાનિક મામલાઓ સુધી સિમિત રહેતા સંગઠન અને શિયા મુસ્લિમ વિરુધ્ધ લડત આપતા આતંકવાદી સંગઠન છે.

લશ્કર-એ-તૈયબાની સ્થાપના ૧૯૮૦ના દાયકામાં પાકિસ્તાનમાં થઇ હતી અને વર્ષ ૨૦૦૧માં તેને વિદેશી આતંકી સંગઠન તરીકે ઓળખવામાં આવ્યું. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે લશ્કર-એ-તૈયબાને મુંબઇમાં ૨૦૦૮ના ભીષણ આતંકવાદી હુમલા અને અન્ય હાઇ પ્રોફાઇલ હુમલા માટે જવાબદાર માનવામાં આવે છે.

અહેવાલમાં જણાવ્યા મુજબ જૈશ-એ- મોહમંદની સ્થાપના કશ્મીરી આતંકવાદી નેતા મસૂદ અઝહરે કરી હતી અને તેને પણ ૨૦૦૧માં વિદેશી આતંકવાદી સંગઠન તરીકે ઓળખ કરવામાં આવી હતી.

એલઇટી અને જેઇએમને ભારતીય સંસદ પર હુમલા સહિત અન્ય હુમલાઓ માટે જવાબદાર માનવામાં આવે છે.સીઆરએસના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાનથી આતંકવાદી ગતિવિધીઓને અંજામ આપવામાં અલકાયદા પણ સામેલ છે. જે કરાંચી અને અફઘાનિસ્તાનથી ગતિવિધી ચલાવે છે.

અમેરિકાના કંટ્રી રિપોર્ટ ઓન ટેરરિઝમ ૨૦૧૯ મુજબ પાકિસ્તાન અફઘાનિસ્તાનની સાથે ભારતને નિશાન બનાવવા માટે આતકંવાદી સંગઠનનોને પોતાની જમીનનો ઉપયોગ કરવા દે છે.

પાકિસ્તાનમાં આશરો લઇ રહેલા આતંકવાદી સંગઠનોમાં અલકાયદા ઇન ધ ઇન્ડિયન સબકોન્ટિનેન્ટ, ઇસ્લામિક સ્ટેટ ખુરાસન પ્રોવિન્સ, અફઘાન તાલિકાન, હક્કાની નેટવર્ક, તહરીક-એ- તાલિબાન પાકિસ્તાન, બલોચિસ્તાન લિબરેશન આર્મી, જુંદાલ્લા, સિપાહ-એ સાહબા પાકિસ્તાન અને લશ્કર-એ- જાંગવી સામેલ છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.