Western Times News

Gujarati News

ટી૨૦ વર્લ્ડ કપ બાદ રોહિત શર્મા ભારતના આગામી વનડે અને ટી૨૦ કેપ્ટન બની શકે છે

નવીદિલ્હી, આ વર્ષે ટી૨૦ વર્લ્ડ કપ બાદ રોહિત શર્મા ભારતના આગામી વનડે અને ટી૨૦ કેપ્ટન બની શકે છે. ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ હાલમાં જ ટી૨૦ વર્લ્ડ કપ બાદ ટી૨૦ની કેપ્ટનશીપ છોડવાની જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા હતા. વિરાટ કોહલી ૨૦૨૧ ટી૨૦ વર્લ્ડ કપ બાદ ટી૨૦ની કેપ્ટનશીપ છોડી દેશે. વિરાટ માટે હાલ સમય સારો નથી. એવી અટકળો હતી કે બીસીસીઆઇ વિરાટ કોહલીથી નારાજ હતું જેના કારણે વિરાટ કોહલીએ આ પગલું ભરવું પડ્યું.

દરેક કેપ્ટનના આવવાથી ટીમમાં મોટા ફેરફાર થતા હોય છે. ટીમ ઈન્ડિયામાં પણ એવા ૩ ખેલાડીઓ છે જે રોહિત શર્માના આવતા જ પોતાની જગ્યા ગુમાવી શકે છે. રોહિત શર્મા જ ટીમ ઈન્ડિયાના કેપ્ટન બને તો યુવા બેટ્‌સમેન ઈશાન કિશનને વિકેટકિપર બેટ્‌સમેન તરીકે ટી૨૦ અને વનડે ટીમમાં સ્થાન મળી શકે છે. ઈશાન કિશન મુંબઈની ટીમમાં રોહિત શર્મા સાથે રમે છે અને આવામાં રોહિત જાે કેપ્ટન બને તો ઋષભ પંતની જગ્યા જાેખમાઈ શકે છે.

ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર નવદીપ સૈની ટી૨૦, વનડે અને ટેસ્ટ ત્રણેય ફોર્મેટમાં ટીમ ઈન્ડિયામાં સામેલ રહે છે. નવદીપ સૈનીને હજુ સુધી જાેકે ટીમ ઈન્ડિયામાં કઈ ખાસ તક મળી નથી. જાે રોહિત શર્મા કેપ્ટન બને તો નવદીપ સૈનીની જગ્યાએ તે કોઈ બીજા બોલરને ટીમમાં તક આપી શકે છે.

ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદર પણ વિરાટ કોહલીના પસંદગીના ખેલાડીમાંથી એક છે. વોશિંગ્ટન સુંદર આરસીબીની ટીમમાં પણ વિરાટ કોહલી સાથે રમે છે. વોશિંગ્ટન સુંદર ટી૨૦, વનડે અને ટેસ્ટ એમ ત્રણેય ફોર્મેટમાં ટીમ ઈન્ડિયા માટે રમે છે. રોહિત શર્મા જાે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન બને તો વોશિંગ્ટન સુંદરની જગ્યાએ ક્રુણાલ પંડ્યા કે પછી જયંત યાદવની ટીમમાં એન્ટ્રી થઈ શકે છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.