Western Times News

Gujarati News

પંજાબને લાગ્યો મોટો ઝટકો, ટીમનો સાથ છોડીને ક્રિસ ગેલ ઘરે પરત જશે

દુબઇ, ઇન્ડિયન પ્રીમિયર લીગ ૨૦૨૧ની પ્લેઓફમાં જગ્યા બનાવવાની રેસ વચ્ચે પંજાબ કિંગ્સની ટીમનો મોટો ઝટકો લાગ્યો છે. પંજાબ કિંગ્સનો સ્ટાર બેટ્‌સમેન ક્રિસ ગેલે બાયો બબલમાં છે અને તેના કારણે માનસિક રીતે થકાવટ અનુભવ કરી રહ્યો છે. જાેકે ક્રિસ ગેલનું પ્રદર્શન યુએઇ એડિશનમાં કંઈ ખાસ રહ્યું નથી પરંતુ તે પોતાનો દિવસ હોવા પર કોઈ પણ મેચને જીતાડવાની ક્ષમતા રાખે છે.

ક્રિકબઝના રિપોર્ટ મુજબ ક્રિસ ગેલે કહ્યું કે તે સીડબ્લ્યુઆઇ,સીપીએલ અને ત્યારબાદ આઇપીએલના બાયો બબલમાં રહ્યો જેના કારણે તેને માનસિક થકાવટ થઈ ગયો છે અને તે માનસિક રીતે એકદમ સ્વસ્થ થઈને મેદાન પર વાપસી કરવા માગે છે.

પંજાબ કિંગ્સની ટીમે આ સીઝનમાં અત્યાર સુધી ૧૧ મેચ રમી છે જેમાંથી ટીમને ૪ જીત મળી છે જ્યારે ૭મા ટીમે હારનો સામનો કરવો પડ્યો છે. કે.એલ. રાહુલની આગેવાનીમાં કિંગ્સ ઇલેવન પંજાબને પ્લેઓફમાં જગ્યા બનાવવા માટે બચેલી ત્રણેય મેચમાં જીત મેળવવી પડશે.

એ છતા પણ બાકી ટીમોની જીત વધારે મહત્ત્વ ધરાવે છે. આ સમયે પંજાબ કિંગ્સની ટીમ પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા નંબરે છે.આઇપીએસમાં સૌથી વધારે સિક્સ લગાવનારા ક્રિસ ગેલની બેટ આ સીઝનમાં શાંત રહી છે.

યુનિવર્સ બોસે આઇપીએલ ૨૦૨૧મા રમેલી ૧૦ મેચમાં માત્ર ૧૨૫.૩૨ના સ્ટ્રાઈક રેટથી ૧૯૩ રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે એક પણ ફિફ્ટી લગાવી નથી. જાેકે ગત સીઝનમાં યુએઇની ધરતી ક્રિસ ગેલને ખૂબ પસંદ આવી હતી અને તેણે ૭ મેચમાં ૧૩૭.૧૪ની સ્ટ્રાઈક રેટથી ૨૮૮ રન બનાવ્યા હતા.પોલાર્ડ, આન્દ્રે રસેલ અને ડેવિડ વોર્નરે પણ આ વર્ષે ઇંગ્લેન્ડમાં રમાયેલી ધ હન્ડ્રેડ લીગમાંથી પોતાનું નામ પરત લઈ લીધું હતું.આઇપીએલના બીજા ચરણમાં ઘણા ખેલાડી આ કારણે ભાગ લઈ રહ્યા નથી.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.