Western Times News

Gujarati News

મુખ્યમંત્રીની મુલાકાત પહેલા ભાજપ પ્રમુખની ઓફીસમાં લુખ્ખાઓની ધોકાવાળી

પોરબંદર, પોરબંદર શહેર ભાજપ પ્રમુખની ઓફીસમાં અસામાજિક તત્વો દ્વારા તોડફોડ કરવામાં આવી હતી. ઓફીસમાં ૪ વ્યક્તિઓ કુહાડી અને ધોકા વડે તોડફોડ કરવામાં આવી હતી. ગાંધી જયંતીના દિવસે મુખ્યમંત્રી પોરબંદર આવે તે પહેલા જ આ તોડફોડની ઘટના બનતા ચકચાર મચી છે. સમગ્ર કાંડ મુદ્દે અનેક સવાલો ઉઠી રહ્યા છે. હાલ તો પોલીસ દ્વારા CCTV ના આધારે તપાસ આદરી છે. આ ઘટના માટે જવાબદાર વ્યક્તિઓને ઝડપી લેવા માટે ચક્રોગતિમાન કરવામાં આવ્યા છે.

ગાંધીના જ્મસ્થાન એવા પોરબંદરમાં ટુંક જ સમયમાં મુખ્યમંત્રી મુલાકાત લેવાના છે. જાે કે મુલાકાત પહેલા જ પોરબંદર શહેર ભાજપ પ્રમુખ પંકજ મજીઠિયાની ઓફીસમાં અસામાજીક તત્વો દ્વારા તોડફોડ કરવામાં આવી છે. જેમાં ૪ લોકો કુહાડી અને ધોડા વડે ઓફીસના કાચ તોડી નાખ્યા હતા. અન્ય કેટલીક સામગ્રીને પણ નુકસાન પહોંચાડ્યું હતું. આ ઘટનાને પગલે ભાજપના મોટા પ્રમાણમાં કાર્યકરો અને પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. સમગ્ર મામલો ભારે ગરમાયો હતો.

આ અંગે ભાજપ પ્રમુખને પુછવામાં આવતા તેમણે જણાવ્યું કે, પોતે ખરીદેલી જમીન મુદ્દે આરોપીઓ દ્વારા પૈસાની માંગણી લાંબા સમયથી કરવામાં આવી રહી હતી. જાે કે તેમણે પૈસા નહી આપતા આ પ્રકારનો હૂમલો કરવામાં આવ્યો છે. આવતી કાલે ગાંધી જયંતિ નિમિત્તે કીર્તિ મંદિર ખાતે બાપુને પુષ્પાંજલિ અર્પિત કરશે. સવારે યોજાનારા સર્વધર્મ પ્રાર્થના સભામાં કીર્તિ મંદિર ખાતે બાપુને પુષ્પાંજલિ અર્પિત કરાશે. આ ઉપરાંત પોરબંદર જિલ્લામાં વિકાસ કામોનું લોકાર્પણ કરવામાં આવશે.

મુળ પોરબંદરના અને રાજ્યસભા સાંસદ રામભાઇ મોકરિયાએ જણાવ્યું કે, પોરબંદર શહેરમાં અસામાજિક તત્વોનો ત્રાસ દિવસેને દિવસે વધતો જઇ રહ્યો છે. ગાંધીજયંતિએ મુખ્યમંત્રી આવી રહ્યા હોવા છતા પણ અસામાજિક તત્વોએ આ હુમલો કર્યો તે તંત્રની નિષ્ફળતા જ છે. આ પ્રકારનું કારસ્તાન મુખ્યમંત્રીની મુલાકાત પહેલા આ પ્રકારનું કૃત્ય અસામાજિક તત્વોમાં કેટલું સાહસ આવી ગયું છે તે દર્શાવે છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.